AUS vs SL, T20 WC 2022: સ્ટોઈનિસે બાજી પલટી, ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું
AUS vs SL 2022: ટી20 વર્લ્ડ કપ 2022માં આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની ટીમો સામ સામે હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ પર્થમાં રમાઈ રહી હતી. ટી20 વર્લ્ડ કપ 2022ની આ મેચમાં ઓસ્ટ્રલિયાએ શ્રીલંકાને 7 વિકેટે હરાવી દીધું છે.
AUS vs SL 2022: ટી20 વર્લ્ડ કપ 2022માં આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની ટીમો સામ સામે હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ પર્થમાં રમાઈ રહી હતી. ટી20 વર્લ્ડ કપ 2022ની આ મેચમાં ઓસ્ટ્રલિયાએ શ્રીલંકાને 7 વિકેટે હરાવી દીધું છે. માર્કસ સ્ટોઇનિસે 18 બોલમાં 59 રન બનાવીને બાજી પલટી નાખી હતી. આ ઈનિંગમાં તેમણે 4 ફોર અને 6 છગ્ગા ફટકાર્યા હતા. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 157 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ઓપનર પથુમ નિસાંકાએ 40 રન બનાવ્યા હતા. આ સિવાય ધનંજય ડી સિલ્વાએ 23 બોલમાં 26 રન અને ચરિથ અસાલંકાએ 25 બોલમાં અણનમ 38 રન બનાવ્યા હતા.
A sensational fifty from Marcus Stoinis powers Australia to a spectacular win 👊🏻#AUSvSL | #T20WorldCup | 📝: https://t.co/pRsIxO6aDz pic.twitter.com/urcZqczGAW
— T20 World Cup (@T20WorldCup) October 25, 2022
શ્રીલંકાનો મિડલ ઓર્ડર ફ્લોપ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની નબળી શરૂઆત થઈ હતી. કુશલ મેંડિસ 5 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો ત્યારે શ્રીલંકાનો સ્કોર 6 રન હતો. જે બાદ બીજી વિકેટ માટે નિસાંકા (45 બોલમાં 40 રન) અને ધનંજય ડી સિલ્વા (23 બોલમાં 26 રન)એ 69 રન જોડ્યા હતા. ભાનુકા રાજપક્ષે 7 રન, દાસુન શનાકા 3 રન અને વાસીંદુ હસરંગા 1 રન બનાવી આઉટ થતાં શ્રીલંકાનો સ્કોર 17.3 ઓવરમાં 6 વિકેટ પર 120 રન થઈ ગયો હતો. ચરિતાર્થ અસલંકા 25 બોલમાં 38 રન અને ચામીકા કરૂણારત્ને 7 બોલમાં 14 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. શ્રીલંકા તરફથી જોશ હેઝલવુડ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એસ્ટોન અગર અને ગ્લેન મેક્સવેલને 1-1 વિકેટ મળી હતી.
મેચ પહેલા ઓસ્ટ્રેેલિયાનો સ્પિનર કોવિડ પોઝિટિવ
બન્ને ટીમોની પ્લેઇંગ-11
શ્રીલંકા: પથુમ મિસાંકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), ધનંજય ડી સિલ્વા, ચરિથ અસલંકા, ભાનુકા રજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરંગા,ચમિકા કરુણારત્ને, લાહિરુ કુમારા, મહેશ થિક્શાના અને બિનુરા ફર્નાન્ડો.
ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, એરોન ફિંચ (કેપ્ટન), મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મૈથ્યૂ વેડ, પૈટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એશ્ટન અગર અને જોસ હેઝલવુડ.