T20 WC, IND vs AFG: 'જો આમ થયું તો ભારતને હરાવીશું', અફઘાનિસ્તાનના ખેલાડીનું મોટું નિવેદન
T20 World Cup 2021: વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજું સ્થાન ધરાવતી ભારતીય ટીમ સાતમી ક્રમાંકિત અફઘાન ટીમ સામે જીતવા માટે ફેવરિટ છે. અબુ ધાબીમાં સાંજે ૭.૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.
T20 WC, IND vs AFG: ટી20 વર્લ્ડકપમાં જો ભારતે સેમિ ફાઈનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખવી હશે તો કોઈપણ હિસાબે આજે અફઘાનિસ્તાન સામેની મેચ જીતવી પડશે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ ભારતીય ખેલાડીઓ નિરાશ છે. વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજું સ્થાન ધરાવતી ભારતીય ટીમ સાતમી ક્રમાંકિત અફઘાન ટીમ સામે જીતવા માટે ફેવરિટ છે. અબુ ધાબીમાં સાંજે ૭.૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.
ભારતની પ્લેઇંગ ઇલેવનમાં થઈ શકે છે ફેરફાર
આજની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવામા આવી છે, માની શકાય છે કે, સતત નિષ્ફળ જઇ રહેલા ટૉપ ઓર્ડરને ચેન્જ કરવામાં આવી શકે છે, રોહિત અને કેએલ રાહુલ છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને છેલ્લી ટી20 વર્લ્ડકપની મેચોમાં નિષ્ફળ જવાથી તેમને પડતા મુકાઇ શકે છે.
મેચ પહેલા અફઘાનિસ્તાનના ખેલાડીનું મોટું નિવેદન
મેચ પહેલા અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર હામિદ હસને મોટું નિવેદન આપ્યું છે. હામિદે કહ્યું કે, જો ટીમ ઈન્ડિયા સામે અમે મોટો સ્કોર કરીશું તો તેમને હરાવી શકીએ છીએ. તેણે જણાવ્યું, ભારત સામે અમારા સારા ચાન્સ છે. જો અમે મોટો સ્કોર કરીશું તો બોલિંગ, ફિલ્ડિંગના દમ પર તેમને હરાવી શકીએ છીએ. બધું પિચ પર નિર્ભર કરે છે. શરૂઆતમાં અમારે જોવું પડશે કે પિચ કેવી છે અને બાદમાં પ્લાન પર કામ કરીશું. આ મેચમાં અમે પૂરી તાકાત લગાવી દઈશું, પછી તે ફાસ્ટ બોલિંગ હોય કે સ્પિન બોલિંગ.
પાકિસ્તાન પહોંચી ચુક્યું છે સેમિ ફાઈનલમાં
જો અફઘાનિસ્તાન આ મેચમાં ટીમ ઈન્ડિયાના હરાવશે તો સેમિ ફાઇનલની દોડમાં પહોંચી જશે, પાકિસ્તાન સેમિ ફાઇનલમાં પહોંચી ચુક્યું છે,
અફઘાનિસ્તાનનો આધાર સ્પિનર્સ પર રહેશે
અફઘાનિસ્તાને સ્કોટલેન્ડ અને નામિબીયા સામે જીત હાંસલ કરી હતી. જે પછી પાકિસ્તાન સામે પણ તેમને લડાયક દેખાવ કરતાં જીતની આશા જન્માવી હતી. જોકે આસિફ અલીની આક્રમક બેટીંગને કારણે તેમને હારનો સામનો કરવો પડયો હતો. હવે તેઓ ભારત સામે પ્રથમ જીત મેળવવાનો પ્રયાસ કરશે. નાબીની આગેવાની હેઠળની અફઘાન ટીમમાં રાશિદ-મુજીબ જેવા બોલરો છે.નાવીને પણ પ્રભાવ પાડયો હતો. ગુલબદ્દિન નાઈબ, મોહમ્મદ નાબી નજીબુલ્લાહ ઝદરન જેવા બેટ્સમેનો ભારતને મુશ્કેલીમાં મુકી શકે છે.