શોધખોળ કરો

T20 WC 2022: આજે બપોરે નેધરલેન્ડ સામે ટકરાશે ટીમ ઇન્ડિયા, જાણો પીચથી લઇને પ્લેઇંગ ઇલેવનનો સંપૂર્ણ રિપોર્ટ

નેધરલેન્ડ્સે સુપર 12 રાઉન્ડમાં પોતાની પહેલી મેચ ગુમાવી છે, તેને બાંગ્લાદેશ સામેની મેચમાં રોમાંચક રીતે હાર મળી હતી. નેધરલેન્ડ્સે માત્ર 9 રનથી હારનો સામનો કર્યો હતો

IND vs NED Match Preview: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) માં આજે ભારતીય ટીમની (Team India) બીજી મેચ રમાશે. આજે બપોરે ભારતીય ટીમની ટક્કર નેધરલેન્ડ્સ (Netherlands) ટીમ સામે થવાની છે. બન્ને ટીમો સિડનીના મેદાન પર બપોરે આમને સામને થશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર ભારતની નજર જીત મેળવવાની હશે. તો વળી નેધરલેન્ડ્સ પણ સુપર 12માં પોતાની પહેલી જીત માટે કોશિશ કરશે. 

નેધરલેન્ડ્સે સુપર 12 રાઉન્ડમાં પોતાની પહેલી મેચ ગુમાવી છે, તેને બાંગ્લાદેશ સામેની મેચમાં રોમાંચક રીતે હાર મળી હતી. નેધરલેન્ડ્સે માત્ર 9 રનથી હારનો સામનો કર્યો હતો. ખરેખરમા નેધરલેન્ડ મોટા ઉલટફેરમાં માહિર છે. ટી20 વર્લ્ડકપ 2009 અને 2014માં તેને ઇંગ્લેન્ડને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. આથી ટીમ ઇન્ડિયાએ નેધરલેન્ડ્સને હલકામાં લેવાની ભૂલ ના કરવી જોઇએ.  

પીચ રિપોર્ટ -
સુપર -12 રાઉન્ડના પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે આ મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 200 રન ફટકારી દીધા હતા. અહીં 12 ટી20 મેચોમાં 6 વાર 190+ સ્કૉર બન્યો છે, આવામાં ભારત-નેધરલેન્ડ્સ મેચમાં પણ રનોનો ઢગલો સંભવ છે. 

ટીમમાં ફેરફાર સંભવ - 
ભારતીય ટીમ આ મેચમાં હાર્દિક પંડ્યાને આરામ આપી શકે છે. તેની જગ્યાએ ઋષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. નેધરલેન્ડ્સની ટીમમાં ફેરફારની આશા નથી.  

ટીમ ઇન્ડિયા - 
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર અશ્વિન, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી. 

નેધરલેન્ડ્સ ટીમ - 
મેક્સ ઓ ડૉડ, વિક્રમજીત સિંહ, બાસ ડી લીડે, કૉલિન એકરમન, ટૉમ કૂપર, સ્કૉટ એડવર્ડ્સ (કેપ્ટન), ટિમ પ્રિંગલ, ટિમ વાન ડેર ગુગટન, ફ્રેડ ક્લાસેન, પૉલ વૉન મીકેરન, શરીજ અહેમદ/રૉલ્ફ વાન ડેર મર્વ. 

T20 WC 2022: સિડનીમાં ખાવાનુ બરાબર ના આવતા ટીમ ઇન્ડિયા પરેશાન, ICCને ફરિયાદ કરી ને પ્રેક્ટિસ સેશનમાં પણ ના લીધો ભાગ
Team India: ભારતીય ટીમ હાલના સમયે સિડનીમાં છે, અહીં તે પોતાની નેક્સ્ટ મેચની તૈયારી કરી રહી છે. આ બધાની વચ્ચે એક સમાચાર સામે આવ્યા છે, જે ખુબ ચિંતાજનક છે. અહીં સિડનીમાં ટીમ ઇન્ડિયામાં ખાવાનુ (Food In Sydney) બરાબર ના મળતા, ટીમે આઇસીસીને આ અંગે ફરિયાદ કરી દીધી છે. એટલુ જ નહીં ટીમ ઇન્ડિયાએ અહીં પ્રેક્ટિસ સેશનમાં (Team India's Practice Session) માં પણ ભાગ ન હતો લીધો. આનુ કારણ પ્રેક્ટિસ સેશન ટીમના સ્થળથી ખુબ દુર હોવાનુ કહેવામાં આવી રહ્યું છે.  

BCCIના એક સુત્રએ બતાવ્યુ- ભારતીય ટીમને જે ખાવાનુ મળ્યુ છે, તે સારુ ન હતુ. ત્યાં માત્ર સેન્ડવિચ આપવામા આવી રહી હતી, પ્રેક્ટિસ સેશન બાદ આપવામા આવેલું આ ખાવાનુ ઠંડુ પણ હતુ. ICC ને અંગે બતાવી દેવામાં આવ્યુ છે. ટી20 વર્લ્ડકપ 2022 દરમિયાન ખેલાડીઓ અને સ્ટાફના ખાવાની વ્યવસ્થા ICC ને કરી રહ્યા છે, જોકે દ્વિપક્ષીય સીરીઝમાં યજમાન દેશના ક્રિકેટ બોર્ડ પર ખાવા પીવાની જવાબદારી હોય છે. 

BCCI સુત્રએ એ પણ બતાવ્યુ ખે ટીમ ઇન્ડિયા હવે પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ નથી લઇ રહી. સુત્રએ બતાવ્યુ કે, સિડનીના બહારના વિસ્તારમાં આવેલી બ્લેકટાઉનમાં ટીમ ઇન્ડિયાનુ પ્રેક્ટિસ વેન્યૂ રાખવામા આવ્યુ છે. ખેલાડીઓ જે હૉટલમાં રોકાયા છે, ત્યાંથી ત્યાં સુધી પહોંચવામાં 45 મિનીટનો સમય લાગી રહ્યો છે, આવામાં ખેલાડીઓએ પ્રેક્ટિસ સેશનમાં જવાની ચોખ્ખી ના પાડી દીધી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Embed widget