શોધખોળ કરો

T20 World Cup 2024: રોહિત શર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આવું કરનાર તે ટીમ ઈન્ડિયાનો પ્રથમ કેપ્ટન બન્યો

Rohit Sharma IND vs ENG: રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. રોહિતે આ ઇનિંગના આધારે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

Rohit Sharma IND vs ENG: રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને ખૂબ ખરાબ રીતે હરાવ્યું હતું. રોહિતે આ મેચમાં જોરદાર બેટિંગ કરતાં અડધી સદી ફટકારી હતી. તેણે 39 બોલનો સામનો કરીને 57 રન બનાવ્યા હતા. રોહિતે આ ઇનિંગના આધારે એક ખાસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે એક જ T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. તે એકંદર યાદીમાં બીજા સ્થાને છે.આ વખતે ટી 20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા ખૂબ શાનદાર પર્ફોમન્સ આપી રહી છે. રોહિત શર્મા માત્ર કેપ્ટનશિપ જ નહીં પરંતુ પોતાની બેટિંગનું પણ શાનદાર પર્ફોમન્સ આપી રહ્યા છે.

વાસ્તવમાં ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના નામે છે. તેણે 2021માં 303 રન બનાવ્યા હતા. આ યાદીમાં રોહિત શર્મા બીજા સ્થાને છે. રોહિતે 248 રન બનાવ્યા છે. તેમજ આ યાદીમાં જોસ બટલર ત્રીજા નંબર પર છે બટલરે 2022માં 225 રન બનાવ્યા હતા. આ યાદીમાં કેન વિલિયમસન પણ 216 રન સાથે ચોથા સ્થાને છે.

રોહિતના નામે વધુ એક ખાસ રેકોર્ડ નોંધાયો છે. તે T20 વર્લ્ડ કપની જીતેલી મેચોમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. રોહિતે 11 વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. કોહલી આ યાદીમાં બીજા સ્થાને છે. વિરાટે કોહલી એ આ કામ 10 વખત કર્યું છે. ડેવિડ વોર્નર ત્રીજા નંબર પર છે. તેણે 7 વખત અડધી સદી ફટકારી છે. જ્યારે જોસ બટલરે આ રેકોર્ડ 5 વખત બનાવ્યો છે.

T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો અફઘાનિસ્તાનના રહેમાનુલ્લા ગુરબાઝ પહેલા નંબર પર છે. તેણે 8 મેચમાં 281 રન બનાવ્યા છે. ટ્રેવિસ હેડ બીજા નંબર પર છે. હેડે ઓસ્ટ્રેલિયા માટે જોરદાર બેટિંગ કરી છે અને 7 મેચમાં 255 રન બનાવ્યા છે. રોહિત આ યાદીમાં ત્રીજા નંબર પર છે. તેણે 7 મેચમાં 248 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ પણ ટોપ 10 ખેલાડીઓમાં સામેલ છે. સૂર્યકુમાર યાદવ 9મા નંબર પર છે. તેણે 7 મેચમાં 196 રન બનાવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાHemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
General Knowledge: જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Embed widget