T20 World Cup: રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પૂરી કરી 600 Sixer, તોડી નાંખ્યો વિરાટ કોહલીનો આ મોટો રેકોર્ડ
રોહિત શર્માએ આ મેચમાં પોતાની ઈનિંગ દરમિયાન T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 4000 રન પૂરા કર્યા. રોહિત શર્માએ T20Iમાં 1860 બોલમાં 4000 રન પૂરા કર્યા અને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો.
IND vs IRE: 2024 T20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ (team india) આયરલેન્ડને 8 વિકેટથી (India won by 8 wkts) હરાવ્યું છે. આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને માત્ર 96 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 13મી ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) 37 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રિષભ પંત (Rishabh Pant) 26 બોલમાં 36 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે બોલિંગમાં હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહને બે-બે સફળતા મળી છે.
આ મેચમાં વિરાટ કોહલી ઓપનિંગ કરવા આવ્યો હતો, પરંતુ તે શરૂઆત કરી શક્યો ન હતો, પરંતુ રોહિતે તેની ખામીઓ પૂરી કરી અને આકર્ષક ઇનિંગ રમી. રોહિતે તેની ઇનિંગ દરમિયાન 3 સિક્સર ફટકારીને ઇતિહાસ પણ રચ્યો. તેણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સ પણ પૂરી કરી હતી. રોહિત શર્માએ પણ તેની ઇનિંગ દરમિયાન 4000 રન પૂરા કર્યા અને તે T20Iમાં સૌથી ઓછા બોલમાં 4000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો અને તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો.
An all-round display from India in New York earns them two valuable #T20WorldCup 2024 points 👏#INDvIRE | 📝: https://t.co/U6miLyGgBf pic.twitter.com/Rl4oex1C2N
— ICC (@ICC) June 5, 2024
રોહિત શર્માએ આ મેચમાં પોતાની ઈનિંગ દરમિયાન T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 4000 રન પૂરા કર્યા. રોહિત શર્માએ T20Iમાં 1860 બોલમાં 4000 રન પૂરા કર્યા અને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો. વિરાટ કોહલીએ 2900 બોલમાં પોતાના 4000 રન પૂરા કર્યા. જ્યારે બાબર આઝમે 3079 બોલમાં આ કારનામું કર્યું હતું.
T20I માં ભારત માટે કેપ્ટન તરીકે સૌથી વધુ જીત
- 43 રોહિત શર્મા
- 43 એમએસ ધોની
- 32 વિરાટ કોહલી
હરિફ ટીમ સામે ભારતની સૌથી વધુ સતત જીત (T20I)
- 8 વિ બાંગ્લાદેશ (2009-18)
- 8 વિ આયર્લેન્ડ (2009-24)*
- 7 વિ ઓસ્ટ્રેલિયા (2013-17)
- 7 વિ શ્રીલંકા (2016-17)
- 7 વિ વેસ્ટ ઈન્ડિઝ (2018-19)
T20I માં ભારત સૌથી વધુ બોલ બાકી રાખીને ભારતની જીત
- 81 વિ સ્કોટલેન્ડ દુબઈ 2021
- 64 વિ બાંગ્લાદેશ હાંગઝોઉ 2023
- 59 વિ યુએઈ મીરપુર 2016
- 46 વિ આયર્લેન્જ ન્યૂ યોર્ક 2024*
- 41 વિ ઝિમ્બાબ્વે હરારે 2016
Topping The Charts - the Rohit Sharma way! 🔝
— BCCI (@BCCI) June 5, 2024
Most Wins as the #TeamIndia captain in Men's T20Is 👏 👏#T2OWorldCup | #INDvIRE | @ImRo45 pic.twitter.com/V9SyUS0g7t