T20 World Cup: પત્નીનો બર્થ ડે ભૂલી ગયો હતો આ સ્ટાર પાકિસ્તાની ક્રિકેટર, સાનિયા મિર્ઝાએ અપાવી યાદ
T20 WC: મેચના થોડા કલાક પહેલા પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ હફિઝે સાનિયા મિર્ઝાનો આભાર માન્યો હતો. મોહમ્મદ હફિઝે ટ્વીટ કરીને પત્નીને બર્થ ડે વિશ કર્યુ હતું.
T20 World Cup: ગઈકાલે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 મુકાબલો રમાયો હતો. જેમાં ટુર્નામેન્ટમાં પાકિસ્તાને સતત બીજી જીત મેળવી હતી. આ સાથે પાકિસ્તાનનું સેમિ ફાઈનલમાં પહોચવાનું નક્કી થઈ ગયું છે. ઓપનર રિઝવાનના ૩૩ રન બાદ શોએબ મલિક અને આસિફ અલીએ ૨૩ બોલમાં અણનમ ૪૮ રનની ભાગીદારી કરતાં પાકિસ્તાન સામે ન્યૂઝિલેન્ડનો પાંચ વિકેટથી પરાજય થયો હતો. જીતવા માટેના ૧૩૫ રનના ટાર્ગેટને પાકિસ્તાને ૧૮.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. આ મુકાબલો જોવા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ સ્ટેડિયમમાં પહોંચી હતી. જ્યાં તે પતિ શોએબને ચીયર કરતી નજરે પડી હતી.
મેચના થોડા કલાક પહેલા પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ હફિઝે સાનિયા મિર્ઝાનો આભાર માન્યો હતો. મોહમ્મદ હફિઝે ટ્વીટ કરીને પત્નીને બર્થ ડે વિશ કર્યુ હતું. તેણે લખ્યું, મારી પત્ની નાઝિયાને જન્મદિવસની શુભકામના. હું ભૂલી ગયો હતો પણ રેસ્કયૂ એંજલ સાનિયા મિર્ઝાનો આભાર. તેણે સમયસર કેકનો પ્રબંધ કર્યો હતો.
Happy birthday to my wife @naziahafeez8 i forgot but thanks to rescue angel @MirzaSania to arrange birthday cake on time. pic.twitter.com/jDSCLtyV8l
— Mohammad Hafeez (@MHafeez22) October 26, 2021
પાકિસ્તાનનું સેમી ફાઈનલમાં પહોંચવાનું નક્કી
ભારતને પ્રથમ મુકાબલામાં હરાવ્યા બાદ ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સામે સૌપ્રથમ જીત મેળવી હતી. ગઈકાલે ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને પાકિસ્તાને બીજી જીત મેળવી અને 4 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. હવે બાકીની મેચ તેણે અફઘાનિસ્તાન, નામીબીયા અને સ્કોટલેંડ સામે રમવાની છે. પાકિસ્તાન ટીમનું વર્તમાન ફોર્મ જોતાં તમામ મેચ જીતીને સેમી ફાઈનલમાં પહોંચી શકે છે.
ભારત કેવી રીતે પહોંચી શકે છે સેમી ફાઈનલમાં
ભારતનો આગામી મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે છે. આ મેચ ભારતે ગમે તે ભોગે જીતવી જ પડશે. જે બાદના મુકાબલા અફઘાનિસ્તાન, નામીબીયા અને સ્કોટલેંડ સામે છે. ભારત જો ન્યૂઝીલેન્ડ સામે જીતી જાય તો તેને અફઘાનિસ્તાન જ પડકાર આપી શકે છે. નામીબીયા અને સ્કોટલેંડ સામે ભારત સરળતાથી જીતી શકે તેમ છે. આમ ભારત હવે પછીની ચારેય મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે સેમી ફાઈનલમાં પ્રવેશી શકે છે.