(Source: ECI/ABP News/ABP Majha)
T20 WC: વર્લ્ડકપ રમવા જઇ રહેલા ભારતના આ સ્ટાર ખેલાડીને એરપોર્ટ પરથી કિટ બેગ ગાયબ, જાણો વિગતે
શાર્દૂલ ઠાકુરે મુંબઇ એરપોર્ટ પર ટર્મિનલ 2 પરથી બુધવારે રાત્રે ટ્વીટ કર્યુ- એર ઇન્ડિયા શું તમે કોઇને મારી મદદ માટે મોકલી શકો છો,
Shardul Thakur Mumbai Airport Team India T20 World Cup 2022: ભારે કિટ બેગ સાથે પ્રવાસ કરવો ખેલાડીઓ માટે મોંઘા સાબિત થાય છે. ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી શાર્દૂલ ઠાકુર એરપોર્ટ પર પ્રકારની મુશ્કેલીમાં ફંસાનારો ક્રિકેટર બની ગયો છે. મુંબઇ એરપોર્ટ પર લગેજ બેલ્ટ પર તેને પોતાની કિટ બેગ ના મળી અને ત્યાં તેની મદદ કરનારુ પણ કોઇ હાજર ન દેખાયુ.
નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી વનડે રમ્યા બાદ મુંબઇ પરત ફરી રહેલા શાર્દૂલ ઠાકુરને સંકટનો સામનો કરવો પડ્યો છે, તેને લગેજ બેલટ્ પર પોતાની કિટ બેગ ના મળી, અને તેની શોધખોળ કરતો જોવા મળ્યો હતો. ઓલરાઉન્ડરે આ માટે ટ્વટીર પર સહારો લીધો અને તેની મદદે પૂર્વ ક્રિકેકર હરભજન સિંહ આગળ આવ્યો.
શાર્દૂલ ઠાકુરે મુંબઇ એરપોર્ટ પર ટર્મિનલ 2 પરથી બુધવારે રાત્રે ટ્વીટ કર્યુ- એર ઇન્ડિયા શું તમે કોઇને મારી મદદ માટે મોકલી શકો છો, આવુ પહેલીવાર નથી કે મારી કિટ બેગ નથી પહોંચી રહી, અને સ્થળ પર કોઇ સ્ટાફ પણ હાજર નથી.
હરભજન સિંહે તેના ટ્વીટનો તરતજ જવાબ આપ્યો, તેને ટ્વીટર પર લખ્યુ- અમે આશા રાખીએ છીએ કે તમારી બેગ તમને મળી જાય, અને અમારો સ્ટાફ તમારી મદદ કરવા માટે આવશે.. અસુવિધા માટે દુઃખ છે (પૂર્વ એર ઇન્ડિયા કર્મી ભજ્જી)
શાર્દૂલ ઠાકુરે અન્ય એર લાઇનના સ્ટાફની મદદથી કિટ બેગ મળી ગઇ. ફાસ્ટ બૉલરે ફરીથી લખ્યું- હરભજન સિંહ ભજ્જી પા લવ યૂ ટૂ (દિલની ઇમૉજી) મને સ્પાઇસ જેટના સ્ટાફની મદદ મળી ગઇ. શાર્દૂલ ઠાકુર તે ભારતીય ટીમનો ભાગ હતો જેને દક્ષિણ આફ્રિકાને ત્રણ વનડે મેચોની સીરીઝમાં 2-1થી હરાવ્યુ છે. તેને ત્રણેય મેચ રમી હતી અને તેનો 2-35, 1-36, તથા 0-8 નો આંકડો રહ્યો હતો. શાર્દૂલ ઠાકુર હવે ટી20 વર્લ્ડકપ રમવા માટે ઓપ્શનલ ખેલાડી તરીકે સામેલ થવા ઓસ્ટ્રેલિયા રવાના થશે.
My dear we will make sure you get your bag and our staff will will be there to assist you.. sorry for the inconvenience.. (Ex Airindian Bhajji) we love you https://t.co/RKyj3mWicE
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 12, 2022
--