Tata Motors ની મોટી જાહેરાત, વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને ગિફ્ટમાં આપશે Tata Sierra
ટાટા મોટર્સ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ઐતિહાસિક સફળતાની ઉજવણી કરવા માટે ટાટા મોટર્સે એક મોટું પગલું ભર્યું છે.

રવિવારે ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો હતો. 52 વર્ષ પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. હવે ટાટા મોટર્સ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ઐતિહાસિક સફળતાની ઉજવણી કરવા માટે ટાટા મોટર્સે એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે તે તેની આગામી પ્રતિષ્ઠિત અને શાનદાર SUV Tata Sierra ટીમના દરેક ખેલાડીને ભેટ આપશે. ચાલો આ SUV ની વિશેષતાઓ પર એક નજર કરીએ.
ટાટા મોટર્સે આ પ્રસંગે ટીમને ટાટા સિએરાનો પ્રથમ સેટ ગિફ્ટમાં આપવાની પણ જાહેરાત કરી છે. આ SUV 1990ના દાયકાની પ્રતિષ્ઠિત સિએરાનું મોર્ડન સ્વરૂપ છે, જે હવે 25 નવેમ્બર, 2025ના રોજ લોન્ચ થશે. તેની અપેક્ષિત કિંમત 15 થી 25 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ની વચ્ચે રહેવાની ધારણા છે. કંપનીએ જણાવ્યું હતું કે દરેક ટીમ સભ્યને Tata Sierra ગિફ્ટ કરશે.
ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સનાં MD અને CEO શૈલેષ ચંદ્રાએ કહ્યું: "ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તેમના શાનદાર પ્રદર્શન અને ઐતિહાસિક જીતથી સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.
Tata Sierra પાવરટ્રેન
Tata Sierra ત્રણ અલગ અલગ પાવરટ્રેન વિકલ્પોમાં ઓફર કરવામાં આવશે - પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક. શરૂઆતમાં, કંપની તેના ICE (ઇન્ટર્નલ કમ્બશન એન્જિન) વેરિઅન્ટ્સ એટલે કે, પેટ્રોલ અને ડીઝલ લોન્ચ કરશે અને પછીથી, ઇલેક્ટ્રિક વર્ઝન (ટાટા સીએરા EV) ભારતીય બજારમાં રજૂ કરવામાં આવશે. આ SUV ટાટા મોટર્સની નવી Gen-2 પ્લેટફોર્મ ટેકનોલોજીનો ઉપયોગ કરશે, જે શાનદાર પરફોર્મન્સ, મજબૂત સુરક્ષા અને energy efficiency આપશે.
આ SUV માં 540-ડિગ્રી સરાઉન્ડ કેમેરા વ્યૂ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ, તેમજ વાયરલેસ મોબાઇલ ચાર્જિંગ સિસ્ટમ પણ હશે. સલામતી માટે, તેમાં લેવલ-2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ), ABS, EBD, ESC, હિલ આસિસ્ટ અને ISOFIX ચાઇલ્ડ એન્કરેજ હશે. વધુમાં, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) પણ શામેલ કરવામાં આવી છે.
વાહનની અપેક્ષિત કિંમત શું હોઈ શકે છે ?
ટાટા મોટર્સે હજુ સુધી Tata Sierra ની કિંમત જાહેર કરી નથી, પરંતુ એવો અંદાજ છે કે Tata Sierra 14 લાખથી લઈને 22 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે હોઈ શકે છે. આ SUV ભારતીય બજારમાં મહિન્દ્રા સ્કોર્પિયો-એન, હ્યુન્ડાઇ ક્રેટા અને આગામી મારુતિ eVX જેવી કારો સાથે સ્પર્ધા કરશે. હાલ તો આ કાર ચર્ચામાં છે.




















