શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાનો કયા સ્ટાર ક્રિકેટરે ડેવિડ વોર્નરની દીકરીને ગિફ્ટ કરી પોતાની સહી કરેલી ટી શર્ટ, જાણો વિગત
વોર્નર આ પહેલા પણ સોશિયલ મીડિયા પર કહી ચુક્યો છે કે તેની પુત્રીને પિતા ડેવિડ વોર્નર અને ઓસ્ટ્રેલિયાની વન ડે ટીમના કેપ્ટન એરોન ફિંચ કરતાં વિરાટ કોહલીની બેટિંગ વધારે પસંદ છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેચટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના વિશ્વમાં અનેક ફેન્સ છે. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નરની મોટી પુત્રી ઈંડી રે પણ તેમાંથી એક છે. વિરાટ કોહલીએ તેની આ નાની ફેનને પોતાના ઓટોગ્રાફવાળી ટેસ્ટ જર્સી ગિફ્ટ કરી છે. વોર્નરે ઈન્સ્ટાગ્રામ પર ઈંડીની તસવીર શેર કરી છે, જેમાં તેણે કોહલીના ઓટોગ્રાફવાળી તસવીર પહેરી છે.
વોર્નરની મોટી પુત્રી ઈંડી રે વિરાટ કોહલની પ્રશંસક છે. વોર્નરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, મને ખબર છે કે અમે ભારત સામે સીરિઝ હારી ગયા છીએ. પરંતુ અમારી પાસે અહીંયા એક ખૂબ ખુશ છોકરી છે. મારી જર્સી ગિફટમાં આપવા બદલ ધન્યવાદ કોહલી. ઈંડીને આ ખૂબ પસંદ છે. તે પપ્પા અને ફિંચ કરતાં કોહલીની વધારે ફેન છે.
">
વોર્નર આ પહેલા પણ સોશિયલ મીડિયા પર કહી ચુક્યો છે કે તેની પુત્રીને પિતા ડેવિડ વોર્નર અને ઓસ્ટ્રેલિયાની વન ડે ટીમના કેપ્ટન એરોન ફિંચ કરતાં વિરાટ કોહલીની બેટિંગ વધારે પસંદ છે.
ઘર આંગણે ખૂબ જ મજબૂત ગણાતી ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતીય ટીમે 2-1થી શ્રેણી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલીની ગેરહાજરી સહિત અનેક ખેલાડી ઈજાગ્રસ્ત હોવા છતાં અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ હતું.
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement