શોધખોળ કરો

બોલની ચમક જળવાઈ રહે તો લાળ વગર પણ કરાવી શકું છું રિવર્સ સ્વિંગ, ટીમ ઈન્ડિયાના ઘાતક ફાસ્ટ બોલરે કર્યો દાવો

રિવર્સ સ્વિંગમાં માસ્ટર શમીએ કહ્યું, પરસેવો અને લાળ અલગ અલગ રીતે કામ કરે છે. મેં ક્યારેય લાળ વગર બોલિંગનો પ્રયાસ નથી કર્યો.

કોલકાતાઃ ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમની સફળતાનો આધાર ફાસ્ટ બોલર્સની ત્રિપૂટી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્માની જોડીને આભારી છે. આ દરમિયાન શમીએ મંગળવારે કહ્યું કે, બોલ પર લાળ લગાવ્યા વગર પણ તે રિવર્સ સ્વિંગ કરાવી શકે છે પરંતુ આ માટે બોલની ચમક જળવાયેલી હોવી જોઈએ. શમીએ રોહિત જુગલાન સાથે ઈન્સ્ટાગ્રામ ચેટ દરમિયાન કહ્યું, આપણે બાળપણથી જ લાળનો ઉપયોગ કરતાં આવ્યા છીએ તેથી તેના વગર મુશ્કેલી થશે. જો તમે ફાસ્ટ બોલર છો તો તમે બોલ ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરી શકો છો, પરંતુ જો બોલ જૂનો થયા બાદ ચમક જળવાઈ રહે તો નિશ્ચિત રીતે રિવર્સ સ્વિંગ કરશે. રિવર્સ સ્વિંગમાં માસ્ટર શમીએ કહ્યું, પરસેવો અને લાળ અલગ અલગ રીતે કામ કરે છે. મેં ક્યારેય લાળ વગર બોલિંગનો પ્રયાસ નથી કર્યો. હવે કોરોના વાયરસની મહામારીના કારણે લાળનો ઉપયોગ રોકવો ખૂબ જ મહત્વપૂર્ણ થઈ ગયો છે. ધોનીને લઈ પૂછવામાં આવેલા સવાલ પર શમીએ કહ્યું, તમામ ખેલાડીને મેદાનની અંદર અને બહાર મહેન્દ્ર સિંહ ધોનીની ઉણપ વર્તાય છે. આઈપીએલ ઉપરાંત ક્રિકેટના દરેક ફોર્મેટમાં હું તેના નેતૃત્વમાં રમ્યો છું. જ્યાં સુધી માર્ગદર્શનનો સવાલ છે તો સાથીઓ સાથે એવો વ્યવહાર કરે છે કે તમને લાગશે નહીં કે તે એમએસ ધોની છે. તેની સાથે મારી ઘણી યાદો છે. ઓસ્ટ્રેલિયામાં 2018-19મા ઐતિહાસિક સીરીઝ જીતનારી ભારતીય ટીમના સભ્ય રહેલા શમીએ કહ્યું, તે આ વર્ષે ચાર દેશોની ટેસ્ટ સીરિઝને લઈ વધારે ઉત્સાહિત છે. શમીએ ગત વર્ષે વર્લ્ડકરમાં અફઘાનિસ્તાન સામે લીધેલી હેટ્રિકને ક્રિકેટ કરિયરની સર્વશ્રેષ્ઠ ગણાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
Embed widget