ટીમ ઈન્ડિયાના 2 મેચના સમયપત્રકમાં અચાનક થયો ફેરફાર, BCCIએ કરી જાહેરાત, જાણો નવુ શિડ્યુલ
Indian Cricket Team Schedule 2025: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહી છે. આ દરમિયાન, બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાની કેટલીક મેચોના સ્થળો બદલ્યા છે. નવું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

Indian Cricket Team Schedule 2025: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ શ્રેણી માટે તૈયારી કરી રહી છે. આ દરમિયાન, BCCI એ ટીમ ઇન્ડિયાના કેટલાક હોમ મેચોના શેડ્યૂલમાં ફેરફાર કર્યો છે. ઓક્ટોબરમાં વેસ્ટ ઇન્ડીઝ અને પછી દક્ષિણ આફ્રિકા ભારત આવશે, આ શ્રેણીમાં રમાનારી 2 મેચનું સ્થળ BCCI દ્વારા બદલાયું છે. બોર્ડે સોમવારે તેની સત્તાવાર માહિતી આપી હતી. આ ઉપરાંત, કેટલીક મેચોનું સ્થળ પણ બદલાયું છે.
ભારતીય સિનિયર પુરુષ ક્રિકેટ ટીમ હોમ ગ્રાઉન્ડ પર વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ, ODI અને T20 શ્રેણી રમશે. વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ શ્રેણી 2 ઓક્ટોબરથી શરૂ થશે. પહેલી ટેસ્ટ અમદાવાદમાં રમાશે. BCCI એ બીજી ટેસ્ટ માટે સ્થળ બદલ્યું છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ દિલ્હીમાં રમાશે
વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં 10 થી 14 ઓક્ટોબર દરમિયાન રમવાની હતી, પરંતુ BCCIએ તેનું સ્થળ બદલ્યું છે. હવે આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. મેચની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટનું સ્થળ બદલાયું
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ 14 નવેમ્બરથી રમાશે, અગાઉ આ મેચ દિલ્હીમાં યોજાવાની હતી. હવે BCCIએ આ મેચનું સ્થળ બદલીને કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રાખ્યું છે. ભારતના પ્રવાસ પર, દક્ષિણ આફ્રિકાની ટીમ 2 ટેસ્ટ પછી 3 મેચની ODI અને 5 મેચની T20 શ્રેણી રમશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મેચનું સ્થળ પણ બદલાયું
BCCI એ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આઉટફિલ્ડ અને પીચના નવીનીકરણને કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ વચ્ચેની ODI શ્રેણી ચેન્નાઈથી ખસેડવામાં આવી છે. હવે શ્રેણીની પ્રથમ બે ODI મેચ ન્યુ ચંદીગઢના ન્યુ PCA સ્ટેડિયમમાં રમાશે, જ્યારે છેલ્લી ODI મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
દક્ષિણ આફ્રિકાની પુરુષ A ટીમ 30 ઓક્ટોબરથી ભારત A ટીમ સાથે 2 મલ્ટી-ડે અને 3 ODI મેચ રમશે. બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે 2 મલ્ટી-ડે મેચ રમાશે. પરંતુ 3 ODI મેચનું સ્થળ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ખસેડવામાં આવ્યું છે.




















