ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: બુમરાહ બહાર, આ ખેલાડીને મળી તક
ઈજાના કારણે જસપ્રિત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાંથી બહાર, હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરાયો.

Jasprit Bumrah injury update: ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ યુવા ખેલાડી હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બુમરાહની ઈજા અંગે કેપ્ટન રોહિત શર્માએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે.
ભારતીય ટીમ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે. આ ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે વનડે શ્રેણી રમશે. આ બંને માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા 6 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે વનડે શ્રેણીની પ્રથમ મેચ રમશે. જ્યારે આ શ્રેણી માટે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે ક્રિકેટ ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો, કારણ કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ટીમનો ભાગ નથી.
જસપ્રિત બુમરાહની ગેરહાજરી ટીમ ઈન્ડિયા માટે મોટી ખોટ છે. બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. પીઠના દુખાવાના કારણે તેને ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ મેચ અધવચ્ચેથી છોડવી પડી હતી. આથી, આ શ્રેણીમાં તેની જગ્યાએ હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાણાએ હજુ સુધી ટીમ ઈન્ડિયા માટે એક પણ વનડે મેચ રમી નથી.
ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં આરામ કરશે. તેમના મેડિકલ રિપોર્ટના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. જો બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી સુધી સંપૂર્ણ રીતે ફિટ નહીં થાય, તો તે આ ટૂર્નામેન્ટ પણ ગુમાવી શકે છે.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને જ્યારે બુમરાહ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ હાલમાં જસપ્રિત બુમરાહ વિશે કંઈ ચોક્કસ કહી શકે તેમ નથી. તેથી તેઓ એવા ખેલાડીને ટીમમાં ઈચ્છે છે જે આ ભૂમિકા ભજવી શકે. આ કારણથી અર્શદીપ સિંહની પસંદગી કરવામાં આવી છે. અર્શદીપ સિંહ ગયા વર્ષે રમાયેલા T20 વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ભાગ હતો અને તેણે વિજય હજારે ટ્રોફીમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા
આ પણ વાંચો....
25 વર્ષના આ ખેલાડીની લાગી લોટરી, ટીમ ઈન્ડિયામાં અચાનક મળી વાઈસ કેપ્ટનની જવાબદારી



















