વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ સાથે WTC Cycle 2023-25ની શરૂઆત કરશે ભારત, ઓસ્ટ્રેલિયા-ઇગ્લેન્ડમાં પણ ટેસ્ટ સીરિઝ રમશે
ભારતીય ટીમ જૂલાઈમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે. અહીં ટીમ ઈન્ડિયા પ્રવાસની શરૂઆત 2 ટેસ્ટ મેચથી કરશે.
Indian Cricket Team's WTC Cycle 2023-25: ભારતીય ટીમ જૂલાઈમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે. અહીં ટીમ ઈન્ડિયા પ્રવાસની શરૂઆત 2 ટેસ્ટ મેચથી કરશે. પ્રથમ ટેસ્ટ 12 જૂલાઈથી ડોમિનિકામાં રમાશે. ટીમ ઈન્ડિયા WTC સાયકલ 2023-25ની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામેની આ ટેસ્ટ શ્રેણી દ્વારા કરશે. આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી એડિશન હશે. ટીમ ઈન્ડિયા અગાઉની બંન્ને એડિશનમા ફાઈનલ રમી ચૂકી છે. જો કે બંને વખત ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) June 12, 2023
2️⃣ Tests
3️⃣ ODIs
5️⃣ T20Is
Here's the schedule of India's Tour of West Indies 🔽#TeamIndia | #WIvIND pic.twitter.com/U7qwSBzg84
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમો સામે પણ ટકરાશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પછી ટીમ ઈન્ડિયા ડિસેમ્બર, 2023 અને જાન્યુઆરી, 2024માં દક્ષિણ આફ્રિકા સામે થશે. ત્યારપછી ભારતીય ટીમ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2024માં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ઈંગ્લેન્ડની યજમાની કરશે. ઈંગ્લેન્ડ બાદ ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બાંગ્લાદેશ સામે ઘર આંગણે ટેસ્ટ સીરિઝ રમશે. આ પછી તરત જ ન્યૂઝીલેન્ડ ઓક્ટોબર-નવેમ્બરમાં ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતનો પ્રવાસ કરશે.
India will begin their tour of West Indies with the Test series that starts on July 12 🗓
— ICC (@ICC) June 13, 2023
Full schedule 👇https://t.co/xhkJl1nN27
આ તમામ શ્રેણી પછી ભારતીય ટીમ નવેમ્બર 2024 અને જાન્યુઆરી 2025માં બોર્ડર ગવાસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જે ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો અંત હશે.
ચેમ્પિયનશિપ ટેસ્ટ ક્રિકેટને મજબૂત બનાવે છે
ICCના જનરલ મેનેજર વસીમ ખાને જણાવ્યું હતું કે, "આ ચેમ્પિયનશિપે ટેસ્ટ મેચ ક્રિકેટને મજબૂત બનાવ્યું છે, જે ખેલાડીઓ અને ચાહકો માટે ઉચ્ચ સ્તરની સ્પર્ધા લાવે છે. ટીમો બે વર્ષના અંતે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન બનવા માટે સ્પર્ધા કરે છે. છેલ્લા પાંચ દિવસમાં ઓવલ ખાતે મોટી સંખ્યામાં દર્શકોની સંખ્યા અને ફાઈનલ માટે વિશ્વભરમાં અવિશ્વસનીય પ્રેક્ષકોનું સ્તર ટેસ્ટ ક્રિકેટની સતત લોકપ્રિયતાનો પુરાવો છે." નવ ટીમોનું WTC માળખું અકબંધ છે અને તમામ ટીમો બે વર્ષના સમયગાળામાં ત્રણ ઘરેલું અને ત્રણ વિદેશી શ્રેણી રમશે.
ટી-20 શ્રેણી 3 ઓગસ્ટથી શરૂ થશે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી 3 ઓગસ્ટથી શરૂ થશે. પ્રથમ ટી20 ત્રિનિદાદમાં, બીજી ટી20 6 ઓગસ્ટે ગયાનામાં, ત્રીજી ટી20 8 ઓગસ્ટે ગયાનામાં, ચોથી ટી20 12 ઓગસ્ટે ફ્લોરિડામાં અને પાંચમી ટી20 13 ઓગસ્ટે ફ્લોરિડામાં રમાશે. એટલે કે યુએસએમાં પણ બે T20 રમાશે. આગામી T20 વર્લ્ડ કપ એટલે કે 2024 ટી-20 વર્લ્ડકપ માત્ર વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં જ રમાશે