Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Ind vs Aus Live Streaming: ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે

Ind vs Aus Live Streaming: ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમે તેની પહેલી બે મેચ જીતીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ભારતે પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું અને બીજી મેચમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. આ પછી ભારતનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થયો હતો. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટીમે પણ આ મેચ 44 રનથી જીતી હતી.
3/3 ✅ #TeamIndia will face Australia in the first Semi Final
— BCCI (@BCCI) March 2, 2025
Scoreboard ▶️ https://t.co/Ba4AY30p5i#NZvIND | #ChampionsTrophy pic.twitter.com/QxG9ZWeVMN
હવે પ્રથમ સેમિફાઇનલમાં ભારત પાસે વન-ડે વર્લ્ડ કપ 2023માં પોતાની હારનો બદલો લેવાની તક હશે. ચાલો જાણીએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી સેમિફાઇનલ મેચ ક્યારે અને ક્યાં રમાશે. તેમજ ટીવી અને મોબાઇલ પર આ મેચ કેવી રીતે જોવી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલ 4 માર્ચ, મંગળવારના રોજ રમાશે. પ્રથમ સેમિફાઇનલ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ ખાતે રમાશે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. ટોસ 2 વાગ્યે થશે. ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ઉપલબ્ધ થશે. તે સિવાય તમારા મોબાઇલ ફોન પર Jio Hotstar એપ પર પણ મેચ લાઇવ જોઈ શકો છો.
ભારતીય ક્રિકેટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ
સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, જેક ફ્રેઝર મેકગર્ક, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, સ્પેન્સર જોનસન, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, તનવીર સાંઘા, મેથ્યુ શોર્ટ, એડમ ઝમ્પા.
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ



















