IND vs ENG: બીજી ઇનિંગમાં ભારતીય ટીમ 255 રનમાં સમેટાઇ, ઇંગ્લેન્ડને જીતવા 399 રનોની જરૂર, ગીલની સદી, હાર્ટલીની 4 વિકેટો
રોહિત શર્માની આગેવાનીમાં મેદાનમાં ઉતરેલી ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગમાં માત્ર 255 રનના સ્કૉર પર ઓલાઉટ થઇ ગઇ છે
IND vs ENG: ભારતીય ટીમની બીજી ઇનિંગની સમાપ્તિ થઇ ગઇ છે. ભારતીય ટીમે ત્રીજા દિવસે પોતાની બીજી ઇનિંગ પુરી કરી છે, રોહિત શર્માની આગેવાનીમાં મેદાનમાં ઉતરેલી ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગમાં માત્ર 255 રનના સ્કૉર પર ઓલાઉટ થઇ ગઇ છે. આ સાથે જ બીજી વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં જીત માટે ઇંગ્લિશ ટીમને 399 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટેસ્ટ જીતીને ઇંગ્લેન્ડની ટીમ સીરીઝમાં 1-0થી આગળ છે.
આજે ત્રીજા દિવસની રમતમાં ભારતીય ટીમ બીજી ઇનિંગ રમી હતી, ભારતીય ટીમ આજે 78.3 ઓવર રમીને 255 રનના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમની આ શાનદાર ઇનિંગ બાદ ઇંગ્લેન્ડ ટીમને 398 રનની લીડ આપી હતી. હે ઇંગ્લેન્ડ ટીમને બીજી ટેસ્ટ જીતવા માટે હવે 399 રનની જરૂર છે.
ભારતીય ટીમની ઇનિંગની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા તરફથી બીજી ઇનિંગિમાં સૌથી વધુ રન શુભમન ગીલે ફટકાર્યા હતા, શુભમન ગીલે 147 બૉલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 104 રનની શતકીય ઇનિંગ રમી હતી. આ ઉપરાંત અક્ષર પટેલ 45 રન અને શ્રેયસ અય્યર તેમજ રવિચંદ્નન અશ્વિન 29 રન બનાવી શક્યા હતા. ભારતીય ટીમ માટે બીજી ઇનિંગમાં કોઇપણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહતો.
ઇંગ્લિશ ટીમે શાનદાર બૉલિંગનું પ્રદર્શન કર્યુ હતુ. ઇંગ્લેન્ડની ટીમ તરફથી બીજી ઇનિંગમાં ટૉમ હાર્ટલી ફરી એકવાર ભારત માટે ઘાતક સાબિત થયો હતો, ટૉમ હાર્ટલીએ 4 વિકેટો ઝડપીને તરખાટ મચાવી દીધો હતો. આ ઉપરાંત રેહાન અહેમદે 3 વિકેટ અને જેમ્સ એન્ડરસને 2 વિકેટો ઝડપી હતી.
બીજી ટેસ્ટ જીતવા ઇંગ્લેન્ડને 399 રનોનો ટાર્ગેટ
બીજી ઈનિંગમાં ભારતીય ટીમ 255 રનમાં સમેટાઈ ગઈ હતી. રેહાન અહેમદે અશ્વિનને આઉટ કરીને ભારતની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. હવે ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે 399 રનનો ટાર્ગેટ છે. આ ઇનિંગમાં ભારત તરફથી શુભમન ગિલે સૌથી વધુ 104 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 45 રન અને રવિચંદ્રન અશ્વિને 29 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી ટોમ હાર્ટલીએ ચાર વિકેટ ઝડપી હતી. રેહામ અહેમદને ત્રણ, જેમ્સ એન્ડરસનને બે અને શોએબ બશીરને એક વિકેટ મળી હતી.
ભારત અને ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન -
ભારતીય ટીમ - યશસ્વી જાયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, શ્રેયસ ઐયર, રજત પાટીદાર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મુકેશ કુમાર.
ઈંગ્લેન્ડ ટીમ - જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (સી), બેન ફોક્સ (ડબલ્યુકે), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.