શોધખોળ કરો
Advertisement
ઈંગ્લેન્ડ સામેની ટી-20 સીરિઝમાંથી ભારતનો આ ખેલાડી થશે બહાર, ફિટનેસ બરાબર ના હોવાથી બોર્ડ ખફા, જાણો વિગત
નિયમ અનુસાર ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થયા બાદ અથવા પેહલા યો યો ટેસ્ટ પાસ કરવો જરૂરી છે.
આઈપીએલ લીગની 13મી સીઝનમાં વરૂણ ચક્રવર્તીએ દરેકને પ્રભાવિત કર્યા હતા, ત્યાર બાદ તેમની પસંદગી ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે થઈ હતી. બાદમાં ઇજાને કારણે તેને તક ન મળી અને તે સીરીઝમાંથી બહાર થઈ ગયો. હવે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટી20 સીરીઝમાં પણ તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે પરંતુ આ વખતે પણ તેનું રમવાનું શંકાસ્પદ છે.
મીડિયા અહેવાલ અનુસાર 29 વર્ષીય મિસ્ટ્રી સ્પિનરે હજુ સુધી યો યો ટેસ્ટ પાસ નથી કર્યો. એવામાં જો તે ફિટનેસ ટેસ્ટ પાસ ન કરે તો તેને ટી20 સીરીઝમાંથી બહાર કરવામાં આવી શકે છે. તેના સ્થાન પર કોઈ અન્ય ખેલાડીને તક મળી શકે છે.
નિયમ અનુસાર ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થયા બાદ અથવા પેહલા યો યો ટેસ્ટ પાસ કરવો જરૂરી છે. યો યો ટેસ્ટમાં ખેલાડીને 8.5 મિનિટમાં 2 કિલોમીટર દોડવું પડે છે. અથવા પોતાનો સ્કોર 17.1 રાખવો પડે છે.
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પ્રથમ ટી20 મેચ 12 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. વરૂણ ચક્રવર્તી હાલમાં મુંબઈમાં આઈપીએલ ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટરાઈડર્સની સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ હેલા તેણપોતાની ઇજાને લઈને બેંગલુર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં સમય વિતાવ્યો હતો.
ઇંગ્લેન્ડ વિરદ્ધ ટી-20 સીરીઝ માટે ટીમ ઇન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષફ પંત, ઈશાન કિશન, યુજવેન્દ્ર ચહલ, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તિવેટિયા, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, નવદીર સૈની અને શાર્દુલ ઠાકુર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion