શોધખોળ કરો
Advertisement
વિરાટ ટીમમાં આવતાં જ ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત અપાવનારા આ 2 સ્ટાર ક્રિકેટર આઉટ, જાણો કોને મળ્યું સ્થાન ?
બંનેએ ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં જ નહીં પણ આખી સીરિઝમાં શાનદાર દેખાવ કરીને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી.
ચેન્નાઈઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ આજે ચેન્નાઈમાં શરૂ થઈ છે. આ ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલી છે. વિરાટ કોહલીના આગમન સાથે જ ટીમમાં જૂના ખેલાડીઓ પાછા આવી ગયા છે.
આ પૈકી ઉડીને આંખે વળગે એવી બાદબાકી શાર્દુલ ઠાકુર તથા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની છે. બંનેએ ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં જ નહીં પણ આખી સીરિઝમાં શાનદાર દેખાવ કરીને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી પણ તેમનો જ એકડો કાઢી નંખાયો છે. તેમના બદલે જસપ્રિત બૂમરાહ અને 32 વર્ષીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માને ટીમમાં લેવાયા છે. બૂમરાહ ઈજાના કારણે ચોથી ટેસ્ટમા નહોતો રમ્યો તેથી તેનું પુનરાગમન અપેક્ષિત હતું પણ ઈશાંત શર્માના સમાવેશે આશ્ચર્ય સર્જ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion