2nd ODI: આજે ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે બીજી વનડે, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ
ગુરુવારે 18 ઓગસ્ટથી શરૂ થયેલી સીરીઝમાં પ્રથમ મેચ જીતીને ભારતે લીડ બનાવી છે, હવે આજે બન્ને ટીમો વચ્ચે બીજી વનડે મેચ હરારે મેદાનમાં રમાશે.
IND vs ZIM ODI Live Streaming: ભારતીય ટીમ અત્યારે ઝિમ્બાબ્વે પ્રવાસે છે, અહીં ત્રણ વનડે મેચોની સીરીઝ રમી રહી છે, પ્રથમ વનડેમાં ભારતીય ટીમે જીત સાથે શરૂઆત કરી હતી, જેથી સીરીઝમાં ભારત 1-0થી લીડ બનાવી ચૂક્યુ છે, આજે ફરી એકવાર બન્ને ટીમો મેદાનમાં આમને સામને ટકરાશે.
ગુરુવારે 18 ઓગસ્ટથી શરૂ થયેલી સીરીઝમાં પ્રથમ મેચ જીતીને ભારતે લીડ બનાવી છે, હવે આજે બન્ને ટીમો વચ્ચે બીજી વનડે મેચ હરારે મેદાનમાં રમાશે. ખાસ વાત છે કે, ભારતીય ટીમ આ ટૂરમાં રેગ્યૂલર કેપ્ટનની ગેરહાજરીમાં નવા કેપ્ટન કેએલ રાહુલ સાથે મેદાનમાં ઉતરી છે. આ સીરીઝમાં સીનિયર ખેલાડીઓની ગેરહાજરી જોવા મળશે. વર્ષ 2016 પછી આ ભારતીય ટીમનો ઝિમ્બાબ્વેમાં પ્રથમ પ્રવાસ છે. જાણો ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આજની બીજી વનડે મેચ કઇ ચેનલ પરથી કેટલા વાગે જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ.........
વનડે સીરીઝની ત્રણેય મેચો ક્યારે રમાશે ?
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે વનડે સીરીઝની ત્રણેય મેચો 18, 20 અને 22 ઓગસ્ટે રમાશે.
ભારત-ઝિમ્બાબ્વે વચ્ચેની મેચો ક્યાં ને કેટલા વાગ્યાથી શરૂ થશે ?
આ સીરીઝની ત્રણેય મેચો ઝિમ્બાબ્વેના હરારે સ્થિત હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. આ મેચો બપોરે 12.45 વાગ્યાથી શરૂ થશે.
ક્યાંથી કેવી રીતે જોઇ શકાશે ભારત-ઝિમ્બાબ્વે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ?
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝનુ લાઇવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકાશે. સાથે જ મેચોની લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર જોઇ શકો છો. આ ઉપરાંત મેચનુ તાજા અપડેટ તમે https://gujarati.abplive.com પરથી જોઇ શકો છો.
આ પણ વાંચો.....
CBI RAID : દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ મનીષ સીસોદીયા સહીત 15 વિરુદ્ધ નોંધી FIR
Mathura: જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ, બે ભક્તોના મોત, અનેક ઘાયલ
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા
Crime News: સુરતમાં માત્ર 300 રુપિયા માટે મિત્રએ કરી બીજા મિત્રની હત્યા
Salman Khan: Boycott Tiger 3 ટ્રેન્ડ થતા જ સલમાન ખાને લીધો મોટો નિર્ણય