IndU19 vs AusU19, Semi Final: ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને જીતવા આપ્યો 291 રનનો ટાર્ગેટ, કેપ્ટન યશે શાનદાર સદી ફટકારી
ભારતીય અંડર 19 ટીમે સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 291 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 290 રન બનાવ્યા છે
નવી દિલ્હીઃ ભારતીય અંડર 19 ટીમે સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 291 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 290 રન બનાવ્યા છે. કેપ્ટન યશ ધુલે શાનદાર ઇનિંગ રમી 110 રન ફટકાર્યા હતા આ ટુનામેન્ટમાં તેની પ્રથમ સદી રહી છે. જ્યારે વાઇસ કેપ્ટન શેખ રશીદે 94 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. રશીદ સદી ચૂક્યો હતો. યશ ધુલ 110 બોલમાં 110 રન બનાવી રન આઉટ થયો હતો. રશીદના સ્ટ્રેટ ડ્રાઇવ પર બોલ ઓસ્ટ્રેલિયાના બોલરના હાથ પર અડીને સ્ટમ્પ સાથે ટકરાયો હતો અને યશ રન આઉટ થયો હતો.
આ અગાઉ વર્લ્ડકપની સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમ ઇન્ડિયાએ 37 રન પર પોતાના બંન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી દીધી હતી. અંગકૃષ રઘુવંશી 6 અને હરનૂર સિંહ 16 રન બનાવી આઉટ થયા હતા.
ત્યારબાદ રશીદ અને કેપ્ટન યશે ત્રીજી વિકેટ માટે 204 રનની ભાગીદારી નોંધાવી હતી. બંન્ને સિવાય વિકેટકીપ બેટ્સમેન દિનેશ બાનાએ ચાર બોલમાં 20 રનની અણનમ ઇનિંગ રમી હતી. બંન્નેએ અંતિમ ઓવરમાં બે સિક્સ અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે નિશાંત સિંધુએ 10 બોલમાં 12 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાએ અંતિમ ઓવરમાં 27 રન ફટકાર્યા હતા.
Government Scheme: આ રાજ્યના ખેડૂતોને મળે છે 16 હજાર રૂપિયા, જાણો યોજનાની ડિટેલ
ગુજરાતના વધુ એક પક્ષી અભયારણ્યને રામસર સાઇટ જાહેર કરાઇ, જાણો વિગત
Vacancy: Ministry of Communications & IT માં નીકળી ભરતી, 60 હજાર મળશે પગાર