(Source: ECI/ABP News/ABP Majha)
Government Scheme: આ રાજ્યના ખેડૂતોને મળે છે 16 હજાર રૂપિયા, જાણો યોજનાની ડિટેલ
તેલંગાણાની કેસીઆર સરાકર રાયધુ બંધુ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 10 હજાર રૂપિયા જમા કરાવે છે. રવી સીઝન અને ખરીખ સીઝન શરૂ થતાં પહેલા સરકાર 5-5 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવે છે.
Agriculture News: કેન્દ્ર સરકારની સાથે અનેક રાજ્ય સરકાર પણ ખેડૂતોની સહાયતા માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે. આ યોજનાથી સરકાર નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક મદદ આપવાની કોશિશ કરે છે. તેલંગાણાની કેસીઆર સરાકર રાયધુ બંધુ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 10 હજાર રૂપિયા જમા કરાવે છે. રવી સીઝન અને ખરીખ સીઝન શરૂ થતાં પહેલા સરકાર 5-5 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવે છે.
તેલંગાણાના ખેડૂતોને ડબલ ફાયદો થાય છે. તેમને રાજ્ય સરકાર 10 હજાર રૂપિયા વાર્ષિક અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત 6 હજા રૂપિયા મળે છે. આમ તેલંગાણાના ખેડૂતોને આ બંને યોજના દ્વારા વર્ષે 16 હજારનો લાભ મળે છે.
કયારે શરૂ કરવામાં આવી હતી યોજના
રાયધુ બંધુ યોજના 2018માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે રાજ્ય સરકારે રવી અને ખરીફ બંને સીઝનમાં વર્ષે 8 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યુ હતું. 2019ની આ રકમ વધારીને 10 હજાર રૂપિયા કરવામાં આવી હતી. જે લોકો ભાડે જમીન રાખીને ખેતી કરે છે તેમને આ યોજનાનો લાભ મળતો નથી. માત્ર પોતાની જમીન પર જ ખેતી કરતાં ખેડૂતોને યોજનાનો લાભ રાજ્ય સરકાર આપે છે.
તુલસની ખેતી કરીને કમાઈ શકો છો તગડો નફો, દવાથી લઈ બ્યૂટી પ્રોડક્ટ્સ સુધી દરેક જગ્યાએ છે માંગ
ભારતમાં તુલસીનું ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે. મોટાભાગના હિન્દુ ઘરોમાં તુલસીનો છોડ જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીની પણ ખેતી થાય છે અને તેના અનેક લાભ છે. તુલસીના પાનનો ઉપયોગ દવા બનાવવાથી લઈ બ્યૂટી પ્રોડક્ટ્સ સુધી થાય છે. આ ઉપરાંત તુલસી અસ્થમા, શરદી, ઉધરસ, ખાંસી, અલ્સર, માથાનો દુખાવો, અપચો જેવી બીમારીમાં પણ લાભદાયી છે. તે કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવામાં પણ ઉપયોગી છે. શિયાળાની મોસમમાં ઘણા લોકો તુલસી પાન મિશ્રિત ઉકાળો પીવે છે.
તુલસીની ખેતી ઓછી ઉપજાઉ જમીનમાં સારી રીતે થાય છે. આ જમીનમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. આ ખેતી જુલાઈથી ઓગસ્ટ વચ્ચે કરવામાં આવે છે. બીજના માધ્યમથી રોપ તૈયાર કરવામાં આવે છે. જે બાદ તેની રોપણી કરવામાં આવે છે.
રોપ લગાવ્યા બાદ તરત માટીની નરમાશ મુજબ સિંચાઈનું પાણી આપવામાં આવે છે. તુલસીનો છોડ પૂરી રીત તૈયાર થવામાં 100 દિવસ લાગે છે. જે બાદ તેની કાપણી કરવામાં આવે છે. તેની કાપણી માટે તડકાવાળો દિવસ સૌથી શ્રેષ્ઠ હોય છે. એક વીઘા જમીનમાં તુલસી ખેતી કરવા પર આશરે 1500 રૂપિયાનો ખર્ચ આવે છે.
તુલસીનો છોડ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તુલસી એક ઔષધીય છોડ છે, જેનો ઉપયોગ અનેક બીમારીમાં થાય છે. તેની પાન, બી નું પણ અલગ મહત્વ છે. તુલસી છોડની પૂજાનું પૌરાણિક મહત્વ પણ છે, આ કારણે દેશના મોટાભાગના ઘરના આંગણામાં તુલસી છોડ જરૂર જોવા મળે છે.