U19 Women's T20 WC Final: ટીમ ઈન્ડિયાની જીત પર રોહિત સહિત ઘણા ખેલાડીઓએ પાઠવી શુભેચ્છા
મહિલા અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
U19 Women's T20 WC Final: મહિલા અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 17.1 ઓવરમાં 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારતીય ટીમે 7 વિકેટે જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો.
મહિલા અંડર-19 વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. ટાઈટલ મેચ જીત્યા બાદ ઘણા ભારતીય દિગ્ગજોએ મહિલા ટીમની જીત પર પોતપોતાની પ્રતિક્રિયા આપી અને ટીમને અભિનંદન પાઠવ્યા. જેમાં વસીમ ઝફર, ઈરફાન પઠાણ, મુનાફ પટેલ અને આકાશ ચોપર જેવા પૂર્વ ખેલાડીઓ સામેલ હતા. આ સિવાય પુરૂષ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓએ પણ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
અનુભવીઓએ આવી પ્રતિક્રિયા આપી હતી
ભૂતપૂર્વ ભારતીય ખેલાડી વસીમ ઝફરે ટ્વીટ કર્યું, “શેફાલીને ભારતને વર્લ્ડ કપ જીત તરફ લઈ જતી જોઈને ખૂબ જ આનંદ અને ગર્વ છે. આ સિવાય મુનાફ પટેલે ટીમને અભિનંદન આપતા ટ્વિટ કર્યું હતું કે, પ્રથમ મહિલા અંડર-19 વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન. જ્યારે દિનેશ કાર્તિકે ટ્વીટ કર્યું, "ભારત પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યું... ટીમને અભિનંદન આપતા ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને પ્રખ્યાત કોમેન્ટેટર ઈરફાન પઠાણે લખ્યું, “વિમેન્સ અંડર-19 વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન. આ સિવાય કેટલીક મહિલા ક્રિકેટરોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
So happy and proud to see Shafali lead India to WC triumph. She's made for bigger things. Congratulations @TheShafaliVerma and @BCCIWomen 🏆🇮🇳 #ICCU19WorldCup https://t.co/uBdGzSZfkL
— Wasim Jaffer (@WasimJaffer14) January 29, 2023
Congratulations #TeamIndia on winning first edition of #under19worldcup #champion pic.twitter.com/PjMfb9LriP
— Munaf Patel (@munafpa99881129) January 29, 2023
India winning the inaugural T20 World Cup...That rings a bell!
— DK (@DineshKarthik) January 29, 2023
Congratulations 🇮🇳🥳#U19T20WorldCup pic.twitter.com/Csl4tRXo07
Congratulations 🇮🇳 for winning #u19WomensT20WorldCup start of something special women cricket 😇😇👏👏
— Irfan Pathan (@IrfanPathan) January 29, 2023
Big congratulations to the U-19 girls cricket team for winning the World Cup. Well done on making the nation proud🇮🇳 #JaiHind @bcciwomen @bcci
— Rohit Sharma (@ImRo45) January 29, 2023
Well done, Team India. The Champions of the inaugural #U19T20WorldCup 🥳👏🥳👏
— Aakash Chopra (@cricketaakash) January 29, 2023
One step closer to the dream. Let's go, team! #U19T20WorldCup pic.twitter.com/R4OTnu6AMp
— Smriti Mandhana (@mandhana_smriti) January 29, 2023
CHAMPIONS! 🇮🇳
— Mithali Raj (@M_Raj03) January 29, 2023
Congratulations #TeamIndia, this is a monumental achievement! This fantastic victory shows how dominating you have been throughout the tournament. The triumph is even more special considering this is the first-ever Women's #U19T20WorldCup. Cherish every moment! pic.twitter.com/M97kBJNcUs
U-19 World Cup Champions! What a special moment! Congratulations girls on your triumph 🏆🇮🇳
— Virat Kohli (@imVkohli) January 29, 2023
ટુર્નામેન્ટમાં એકપણ મેચ હારી નથી
આ સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ એકપણ મેચ હારી નથી. ટીમે તેની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. આ પછી ટીમે ફાઈનલ મેચમાં યુએઈને 112 રને, સ્કોટલેન્ડને 83 રનથી, ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે, શ્રીલંકાને 7 વિકેટે, ન્યુઝીલેન્ડને 8 વિકેટથી અને ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું હતું.