Umesh Yadav: ભારતીય ક્રિકેટર ઉમેશ યાદવને પૂર્વ મેનેજરે આપ્યો દગો, એકાઉન્ટમાંથી ઉપાડી લીધા લાખો રૂપિયા
જ્યારે ભારતીય ક્રિકેટરે તેના પૈસા પાછા માંગ્યા ત્યારે શૈલેષ ઠાકરે ફરાર થઈ ગયો
ટીમ ઈન્ડિયાનો ઝડપી બોલર ઉમેશ યાદવ છેતરપિંડીનો શિકાર બન્યો છે. નાગપુરના કોરાડીમાં ઉમેશ યાદવે તેના પૂર્વ મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેણે તેની સાથે લગભગ 44 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. ઉમેશ યાદવની ફરિયાદ બાદ હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ ઉમેશ યાદવે તેના પૂર્વ મેનેજર શૈલેષ ઠાકરે વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. ઉમેશ યાદવની આવક, બેંકની વિગતો અને અન્ય તમામ બાબતોની જવાબદારી શૈલેષ પાસે હતી. જો કે, ઉમેશ યાદવનો આરોપ છે કે તેની પાસેથી પૈસા લીધા બાદ મેનેજરે કોઈ કામ કર્યું નથી.
જે કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે મિલકત સંબંધિત છે. ઉમેશ યાદવે પ્રોપર્ટી ખરીદવા માટે પોતાના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં 44 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. પરંતુ શૈલેષ ઠાકરે આ પૈસા ઉપાડી આ મિલકત પોતાના નામે ખરીદી લીધી હતી. ઉમેશ યાદવને આ પૈસા પરત કર્યા નહોતા.
જ્યારે ભારતીય ક્રિકેટરે તેના પૈસા પાછા માંગ્યા ત્યારે શૈલેષ ઠાકરે ફરાર થઈ ગયો. જે બાદ તેણે હવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નાગપુર શહેરના કોરાડીમાં આઈપીસીની કલમ 406, 420 હેઠળ કેસ નોંધ્યો છે.
જો ઉમેશ યાદવની વાત કરીએ તો તેને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં જગ્યા મળી છે. ઉમેશ યાદવે ભારત માટે અત્યાર સુધી 54 ટેસ્ટ મેચમાં 165 વિકેટ ઝડપી છે, જ્યારે 75 વનડેમાં તેણે 106 વિકેટ ઝડપી છે
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો આઠ વિકેટે વિજય
IND vs NZ 2nd ODI: ટીમ ઈન્ડિયાએ રાયપુર વન-ડેમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. આ રીતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે સીરિઝ પર કબ્જો કરી લીધો છે. બીજી વનડેમાં ભારતીય ટીમને જીતવા માટે 109 રન બનાવવાના હતા. ટીમ ઈન્ડિયાએ માત્ર 20.1 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્યનો સરળતાથી પીછો કરી લીધો હતો. આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ પણ બનાવી લીધી છે
ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન રોહિત શર્માએ 51 રનની ઈનિંગ રમી હતી. ભારતીય કેપ્ટને 50 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેણે 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સિવાય શુભમન ગિલે અણનમ 40 રન બનાવ્યા હતા જ્યારે ઈશાન કિશને અણનમ 08 રન બનાવ્યા હતા. શુભમન ગિલે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે વિરાટ કોહલી 11 રન બનાવી આઉટ થયો હતો