Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગ
વલસાડમાં તસ્કરો બેફામ બન્યા છે. વલસાડના છેવાડે આવેલા પારનેરા ડુંગર પરના ચંડીકા માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. મંદિરના દરવાજા તોડી અંદર પ્રવેશ કરી માતાજીના સોના ચાંદીના શણગાર આભૂષણો અને ચાંદીના છત્તરની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરી કરતા અગાઉ તસ્કરોએ મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી. ન માત્ર મહાકાળી મંદિર પરંતુ આ પરિસરમાં આવેલા હનુમાનજી મંદિર અને મહાદેવજીના મંદિરમાં પણ તસ્કરો ત્રાટક્યા. મંદિરની દાન પેટી તોડી, જ્યારે મહાકાળી મંદિરમાંથી તસ્કરોએ 5 કિલોથી વધુ ચાંદીના દાગીના અને છત્તર સહિત સોનાના દાગીનાઓની ચોરી કરી.
નવસારી નજીક વીરાવળ વિસ્તારમાં આવેલા રામજી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. બપોરના સમયે બે શખ્સો મંદિરમાં પ્રવેશી દાનપેટીમાંથી ચોરી કરતા નજરે પડ્યો. ચોરીની ઘટનાની જાણ વિદેશમાં બેઠેલા એક ભક્તને થઈ. વિદેશમાં બેઠેલા ભક્તે મંદિરના દર્શન માટે મોબાઈલમાંથી સીસીટીવી કેમેરામાં જોયું તો બે શખ્સો દાનપેટીમાં ચોરી કરતા જોવા મળ્યા. વિદેશમાં બેઠેલા ભક્તે ગ્રામજનોને ફોન કરી જાણ કરી. જેને લઈને ગ્રામજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.





















