ICC Champions Trophy 2025: કરાચી અને લાહોરમાં રમાશે ચેમ્પિયન્સ ટ્રૉફીની મેચો ? ઓપનિંગ અને ક્લૉઝિંગ સેરેમની પર આવ્યું મોટું અપડેટ
ICC Champions Trophy 2025: પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ (PCB) 2025ની ચેમ્પિયન્સ ટ્રૉફી તેના દેશમાં યોજવા પર અડગ છે
ICC Champions Trophy 2025: પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ (PCB) 2025ની ચેમ્પિયન્સ ટ્રૉફી તેના દેશમાં યોજવા પર અડગ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે બજેટની મંજૂરી મળ્યા બાદ PCBએ આ ટૂર્નામેન્ટ માટે આગળનું વધુ પ્લાનિંગ શરૂ કરી દીધું છે. પીસીબીએ આ આઈસીસી ટૂર્નામેન્ટના સ્થળ અને ગૃપ અંગે પહેલેથી જ નિર્ણય કરી લીધો છે. પાકિસ્તાન બોર્ડે ચેમ્પિયન્સ ટ્રૉફીનું શિડ્યૂલ પણ તૈયાર કરી લીધું છે. હવે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદઘાટન અને સમાપન સમારોહની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
જોકે, પીસીબીએ ઓપનિંગ અને ક્લૉઝિંગ સેરેમનીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેના માટે સ્થળ પણ પસંદ કર્યું છે, તેમ છતાં તે હજુ પણ આઈસીસીની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. પાકિસ્તાનના જિયો ન્યૂઝ અનુસાર, જો ICC એ લીલી ઝંડી આપે છે કે ઈવેન્ટ સંપૂર્ણપણે પાકિસ્તાનમાં યોજાશે, તો ઓપનિંગ સેરેમની કરાચીના નેશનલ સ્ટેડિયમમાં થશે અને ક્લૉઝિંગ સેરેમની લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં થશે.
પીસીબીએ તૈયાર કરી લીધું છે શિડ્યૂલ
પાકિસ્તાન બોર્ડે 2025ની ચેમ્પિયન્સ ટ્રૉફીનું શિડ્યુલ ICCને સુપરત કર્યું છે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન સહિત કુલ 8 ટીમો ભાગ લેશે. ગ્રુપ સ્ટેજના અંતે ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાશે. ડ્રાફ્ટ શિડ્યૂલ અનુસાર, 2025ની ચેમ્પિયન્સ ટ્રૉફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચની વચ્ચે યોજાશે. જો કે આ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
પીસીબીએ તૈયાર કરી લીધા છે બે ગૃપો
પીસીબીએ ચેમ્પિયન્સ ટ્રૉફીની આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચી છે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ ગ્રુપ Aમાં છે. જ્યારે અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા ગ્રુપ બીમાં છે. દરેક ગ્રુપમાંથી ટોપ 2 ટીમ સુપર 4માં રમશે. સુપર 4માંથી ટોચની 2 ટીમો ફાઈનલ માટે ક્વૉલિફાય થશે.