શોધખોળ કરો

IPL બાદ હવે ક્યારે જોવા મળશે વૈભવ સૂર્યવંશી? જાણો ક્યારે પહેરશે ટીમ ઈન્ડિયાની જર્સી

IPL 2026માં ઓરેન્જ કેપ અને MVP જીત્યા બાદ, વૈભવ હવે 9 જૂનથી શ્રીલંકા સામેની ત્રિકોણીય શ્રેણીમાં ઈન્ડિયા A તરફથી ધમાલ મચાવવા માટે બિલકુલ તૈયાર છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IPL 2026 માં ઓરેન્જ કેપ જીતનાર વૈભવ સૂર્યવંશી ટીમ ઇન્ડિયા A માં.
  • વૈભવ શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીમાં ભારત A નું પ્રતિનિધિત્વ કરશે.
  • IPL માં 776 રન, 72 છગ્ગા સાથે MVP બન્યો.
  • 9 જૂનથી શરૂ થતી શ્રેણીમાં શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A સામે રમશે.

vaibhav suryavanshi india a: તાજેતરમાં જ પૂરી થયેલી IPL 2026 સીઝનમાં પોતાના બેટથી બોલરોનો પરસેવો છોડાવનાર વૈભવ સૂર્યવંશી ફરી એકવાર મેદાન પર ઉતરવા માટે તૈયાર છે. IPLમાં રનનો વરસાદ કરીને ઓરેન્જ કેપ જીતનાર વૈભવ હવે સીધો ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળશે. તે આગામી 9 જૂનથી શ્રીલંકામાં શરૂ થઈ રહેલી ઈન્ડિયા A, શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A વચ્ચેની ત્રિકોણીય (Tri-series) શ્રેણીમાં રમતો જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, IPL 2026 ની સીઝન વૈભવ સૂર્યવંશી માટે કોઈ સપનાથી કમ ન હતી. તેણે આ સીઝનમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કરતા કુલ 776 રન ફટકાર્યા હતા અને સૌથી વધુ 72 છગ્ગા પણ માર્યા હતા. તેના આ શાનદાર પ્રદર્શન માટે તેને ઓરેન્જ કેપની સાથે એક શાનદાર કાર પણ ઇનામમાં મળી હતી. એટલું જ નહીં, તેને આખી સીઝનનો 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર' (MVP) પણ જાહેર કરવામાં આવ્યો હતો.

IPL ના આ ધમાકેદાર પ્રદર્શન બાદ પસંદગીકારોએ તેને આગામી ત્રિકોણીય શ્રેણી માટે ઈન્ડિયા A ટીમમાં સ્થાન આપ્યું છે. તિલક વર્માની કેપ્ટનશીપ હેઠળ ઈન્ડિયા A ટીમ 9 જૂનથી શ્રીલંકાના પ્રવાસે છે. આ સીરીઝની પહેલી જ મેચ દામ્બુલામાં ભારત અને શ્રીલંકા A વચ્ચે રમાશે, જેમાં ક્રિકેટ ફેન્સ ફરી એકવાર વૈભવને ચોગ્ગા-છગ્ગા ફટકારતો જોઈ શકશે. ત્યારબાદ 11 જૂને ટીમનો મુકાબલો અફઘાનિસ્તાન A સામે થશે. આ ટૂર્નામેન્ટમાં દરેક ટીમ એકબીજા સામે બે-બે વાર ટકરાશે.

આ પણ વાંચોઃ ICCની મોટી કાર્યવાહી: T20 વર્લ્ડ કપ રમનાર આ દેશની ક્રિકેટ ટીમનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું

ભારત A ટીમનું આખું શેડ્યૂલ:

9 જૂન: ભારત A વિરુદ્ધ શ્રીલંકા A

11 જૂન: ભારત A વિરુદ્ધ અફઘાનિસ્તાન A

15 જૂન: ભારત A વિરુદ્ધ શ્રીલંકા A

17 જૂન: ભારત A વિરુદ્ધ અફઘાનિસ્તાન A

21 જૂન: ફાઇનલ મેચ

આ પણ વાંચોઃ IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું

ત્રિકોણીય શ્રેણી માટે ઈન્ડિયા A ની ટીમ:

તિલક વર્મા (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, આયુષ બદોની, નિશાંત સિંધુ, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), યુવરાજ સિંહ, વિપુલ સિંહ, એન. કંબોજ, અરશદ ખાન અને અનુકુલ રોય.

આ પણ વાંચોઃ IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફાઇનલ રમ્યા વિના જ રચ્યો ઇતિહાસ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Frequently Asked Questions

વૈભવ સૂર્યવંશી આગામી કઈ શ્રેણીમાં રમતા જોવા મળશે?

વૈભવ સૂર્યવંશી આગામી 9 જૂનથી શ્રીલંકામાં શરૂ થઈ રહેલી ઈન્ડિયા A, શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A વચ્ચેની ત્રિકોણીય શ્રેણીમાં રમતા જોવા મળશે.

IPL 2026 માં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન કેવું રહ્યું હતું?

IPL 2026 માં વૈભવ સૂર્યવંશીએ રેકોર્ડબ્રેક પ્રદર્શન કરતા કુલ 776 રન ફટકાર્યા હતા અને સૌથી વધુ 72 છગ્ગા માર્યા હતા. તેને ઓરેન્જ કેપ અને 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર' (MVP) નો પુરસ્કાર મળ્યો હતો.

ઈન્ડિયા A ટીમનું નેતૃત્વ કોણ કરશે?

તિલક વર્મા ઈન્ડિયા A ટીમના કેપ્ટન હશે. આ ટીમ 9 જૂનથી શ્રીલંકાના પ્રવાસે જશે.

ત્રિકોણીય શ્રેણીમાં ભારત A ટીમનું શેડ્યૂલ શું છે?

ભારત A 9 જૂને શ્રીલંકા A સામે, 11 જૂને અફઘાનિસ્તાન A સામે, 15 જૂને શ્રીલંકા A સામે અને 17 જૂને અફઘાનિસ્તાન A સામે રમશે. ફાઇનલ મેચ 21 જૂને રમાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Advertisement

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
Embed widget