Dinesh Karthik: દિનેશ કાર્તિકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ, ફેન્સનો માન્યો આભાર
શનિવારે અનુભવી ખેલાડીએ સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી હતી. . તેણે ભાવનાત્મક પોસ્ટ કરી પ્રશંસકો અને કોચનો આભાર માન્યો હતો
ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. શનિવારે અનુભવી ખેલાડીએ સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી હતી. . તેણે ભાવનાત્મક પોસ્ટ કરી પ્રશંસકો અને કોચનો આભાર માન્યો હતો.
It's official 💖
— DK (@DineshKarthik) June 1, 2024
Thanks
DK 🙏🏽 pic.twitter.com/NGVnxAJMQ3
ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આજે તે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તે IPLમાં પહેલા જ નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તેણે આ સીઝનમાં તેની કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી.
IPLની છેલ્લી મેચ રાજસ્થાન સામે રમી હતી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે IPL 2024માં તેની છેલ્લી મેચ 22 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામે રમી હતી. આ પછી બેંગલુરુના ખેલાડીઓએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓએ તેને ગળે લગાવીને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. આ સીઝનમાં તેણે 15 મેચમાં 187.35ના સ્ટ્રાઈક રેટથી 174 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બે અડધી સદી ફટકારી હતી.
કાર્તિકની આઈપીએલ કારકિર્દી
દિનેશ કાર્તિકની કારકિર્દી વિશે વાત કરીએ તો આરસીબી સાથે આ તેનો બીજો કાર્યકાળ હતો. 2015માં બેંગલુરુએ તેને 10.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. દરમિયાન તેણે 11 મેચમાં માત્ર 141 રન જ કરી શક્યો હતો. જો કે, છેલ્લી સીઝનમાં તેણે વાપસી કરી હતી અને એક મજબૂત ફિનિશર તરીકે ઉભરી આવ્યો હતો. IPL 2022માં દિનેશ કાર્તિકે 180થી વધુના સ્ટ્રાઈક રેટથી 330 રન કર્યા હતા અને વન-ડે વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તે કોલકાતા તરફથી આઈપીએલમાં પણ રમી ચૂક્યો છે.
કાર્તિકે 257 મેચોમાં 4842 રન કરીને તેની આઈપીએલ કારકિર્દી પૂરી કરી જેમાં 22 અડધી સામેલ છે. તેની 17 વર્ષની IPL કારકિર્દીમાં RCB સિવાય તે દિલ્હી ડેરડેવિલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત લાયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. વર્તમાન સીઝનમાં તેણે 15 મેચમાં 187.36ના સ્ટ્રાઈક રેટ સાથે 326 રન બનાવ્યા છે.