![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vijay Hazare Trophy 2022: સૌરાષ્ટ્રએ 14 વર્ષ બાદ ખિતાબ પર કબજો કર્યો, ફાઈનલમાં મહારાષ્ટ્રને 5 વિકેટથી હરાવ્યું
સૌરાષ્ટ્રએ 14 વર્ષ બાદ વિજય હજારે ટ્રોફી(Vijay Hazare Trophy 2022)નો ખિતાબ જીત્યો છે. સૌરાષ્ટ્રએ આ મેચ 5 વિકેટે જીતી લીધી છે.
Vijay Hazare Trophy 2022: સૌરાષ્ટ્રએ 14 વર્ષ બાદ વિજય હજારે ટ્રોફી(Vijay Hazare Trophy 2022)નો ખિતાબ જીત્યો છે. સૌરાષ્ટ્રએ આ મેચ 5 વિકેટે જીતી લીધી છે. જેમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મહારાષ્ટ્રની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. રનનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમે 46.3 ઓવરમાં 5 વિકેટના નુકસાને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. સૌરાષ્ટ્ર માટે બેટિંગ કરતા સેલ્ડન જેક્સને સદી ફટકારી હતી.
A huge round of applause and congratulations to Team Saurashtra @saucricket for their all-round effort on the field today against Maharashtra and for taking home the #VijayHazare Trophy. @BCCIdomestic #SAUvMAH #VijayHazareTrophy2022 pic.twitter.com/3SLOQtOr4G
— Jay Shah (@JayShah) December 2, 2022
શેલ્ડન જેક્સન હીરો બન્યો
આ મેચમાં સૌરાષ્ટ્રના બેટ્સમેન શેલ્ડન જેક્સને 136 બોલમાં 133 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ્સના કારણે ટીમ માટે જીત મેળવવી ખૂબ જ આસાન હતી. જેક્સનની ઇનિંગમાં કુલ 12 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સિવાય ઓપનિંગ બેટ્સમેન હાર્વિક દેસાઈએ 67 બોલમાં 50 રનની ઈનિંગ રમીને ટીમને સારી શરૂઆત અપાવી હતી.
આ સિવાય ચિરાગ જાનીએ છેલ્લે ટીમને સપોર્ટ કરતા 25 બોલમાં 30* રન બનાવ્યા હતા. જ્યારે સર્મથ વ્યાસ (12), અર્પિત (15) અને પરેરક મનકંદ (1) મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા.
મહારાષ્ટ્રના બોલરો લયમાં જોવા મળ્યા ન હતા
મહારાષ્ટ્રના બોલર મુકેશ ચૌધરીએ 9 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સિવાય વિકી ઓસ્તવાલે શાનદાર બોલિંગ કરી હતી અને 10 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સાથે જ સત્યજીત બચ્છવ પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. અન્ય કોઈ બોલરને સફળતા મળી નથી. જેમાં રાજવર્ધન હંગરગેકર સૌથી મોંઘો સાબિત થયો, તેણે 9 ઓવરમાં 7.80ની ઈકોનોમી સાથે 70 રન આપ્યા.
ઋતુરાજની સદી કામ લાગી ન હતી
મહારાષ્ટ્ર તરફથી પ્રથમ દાવમાં મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 131 બોલમાં 108 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં કુલ 7 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. જો કે તેની આ સદી ટીમ માટે કામ આવી શકી ન હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)