Virat Kohli: MS Dhoniના આ મોટા રેકોર્ડના બરાબર પહોંચ્યો કિંગ કોહલી, માસ્ટર બ્લાસ્ટરથી પણ ખુબ નજીક, જુઓ આંકડા
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી પહેલી મેચ દ્વારા કોહલી 295 ટીમ ઇન્ડિયાની જીતનો ભાગ રહ્યો છે. કોહલીએ અત્યાર સુધી પોતાની કેરયિરમાં કુલ 295 એવી મેચો રમી છે
Virat Kohli's Record: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વાનખેડેમાં રમાયેલી પ્રથમ વનડેમાં 5 વિકેટથી શાનદાર જીત હાંસલ કરી લીધી હતી. આ મેચમાં કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની શાનદાર બેટિંગના સહારે ટીમ ઇન્ડિયા સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી હતી. દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી આ મેચમાં માત્ર 4 રન જ બનાવી શક્યો હતો. જોકે, આમ છતાં તેને એક ખાસ રેકોર્ડને પોતાના નામે કરી લીધો છે, તેને મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી લીધી છે, અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરની પણ ખુબ નજીક પહોંચી ગયો છે. ખરેખરમાં, વિરાટ કોહલીએ ભારત માટે 295 વાર વધુ જીતનો ભાગ રહ્યો છે.
મહેન્દ્ર સિંહ ધોનીની બરાબર પહોંચ્યો કિંગ કોહલી -
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી પહેલી મેચ દ્વારા કોહલી 295 ટીમ ઇન્ડિયાની જીતનો ભાગ રહ્યો છે. કોહલીએ અત્યાર સુધી પોતાની કેરયિરમાં કુલ 295 એવી મેચો રમી છે, જેમાં ટીમ ઇન્ડિયાને જીત મળી છે. ધોની પણ આટલી જ વાર ટીમની જીતમાં સામેલ રહ્યો છે. વળી, પૂર્વ ભારતીય બેટ્સમેને સચિન તેંદુલકર આ લિસ્ટમાં અવ્વલ નંબર પર છે. સચિન પોતાની કેરિયરમાં 307 વાર ટીમની જીતમાં સામેલ રહ્યો છે. આ ઉપરાંત રોહિત શર્મા 276 જીતની સાથે ચોથા અને યુવરાજ સિંહ 227 જીતની સાથે પાંચમા નંબર પર છે.
ભારત માટે સૌથી વધુ જીતનો ભાગ રહેનારા ટૉપ -5 ખેલાડીઓ -
307 - સચિન તેંદુલકર
295 - વિરાટ કોહલી
295 - મહેન્દ્ર સિંહ ધોની
276 - રોહિત શર્મા
227 - યુવરાજ સિંહ
'વિરાટ વનડે ફોર્મેટમાં બેસ્ટ છે, કોઈ નથી આસપાસ...',કોહલી પર એરોન ફિન્ચનું નિવેદન
Aaron Finch On Virat Kohli: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. હાલમાં જ આ દિગ્ગજ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં એરોન ફિન્ચ કતારની રાજધાની દોહામાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યો છે. એરોન ફિન્ચ લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વર્લ્ડ જોઈન્ટ્સનો ભાગ છે. જોકે, એરોન ફિન્ચે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર મોટું નિવેદન આપ્યું છે.
'વિરાટ કોહલીની ODIમાં કોઈ ખેલાડી સાથે સરખામણી ન થઈ શકે'
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચનું માનવું છે કે વિરાટ કોહલી વનડે ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તેણે કહ્યું કે આ ફોર્મેટમાં વિરાટ કોહલીની આસપાસ કોઈ નથી. ODI ફોર્મેટમાં વિરાટ કોહલીની સરખામણી અન્ય કોઈ ખેલાડી સાથે થઈ શકે નહીં કારણ કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અલગ સ્તર પર છે. એરોન ફિન્ચે કહ્યું કે વિરાટ કોહલી જે રીતે ODI ફોર્મેટમાં બેટિંગ કરી રહ્યો છે, તેમાં કોઈ શંકા નથી કે તે ODI ફોર્મેટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. ODI ફોર્મેટમાં વિરાટ કોહલીના આંકડા પ્રશંસનીય છે.
ODI ફોર્મેટમાં વિરાટ કોહલીના આંકડા પ્રશંસનીય છે
બીજી તરફ વિરાટ કોહલીના આંકડા પર નજર કરીએ તો આ ખેલાડીએ અત્યાર સુધીમાં 272 વનડે રમી છે. વિરાટ કોહલીએ વનડે ફોર્મેટમાં 12813 રન બનાવ્યા છે. વનડે ફોર્મેટમાં વિરાટ કોહલીની એવરેજ 57.46 છે. જ્યારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને ODI ફોર્મેટમાં 93.7 સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. આ સિવાય વનડે ફોર્મેટમાં વિરાટ કોહલીના નામે 46 સદી નોંધાયેલી છે. જ્યારે આ ખેલાડીએ ODI ફોર્મેટમાં 64 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે.