શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 12000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો વિરાટ કોહલી, સચિનનો આ રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલી હાલના સમયમાં વિશ્વના નંબર વન બેટ્સમેન છે.
IND Vs AUS: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાઈ રહેલ ત્રીજા વનડે મેચમાં વિરાટ કોહલીએ ઇતિહાસ રચી દીધો છે. ત્રીજી વનડે મેચમાં 23 રન બનાવતાની સાથે જ વિરાટ કોહલી વનડે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી 12000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. સૌથી ઝડપી 12000 રન પૂરા કરવાના મામલે વિરાટ કોહલી વિશ્વના સૌથી મહાન બેટ્સમેન રહેલ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે.
વિરાટ કોહલીએ માત્ર 242 ઇનિંગમાં વનડે ક્રિકેટમાં 12000 રન પૂરા કર્યા છે. આ પહેલા વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 12000 રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિન તેંડુલકરે 300 ઇનિંગમાં વનડે ક્રિકેટમાં 12000 રન પૂરા કર્યા હતા. સચિન તેંડુલકરની તુલનામાં વિરાટ કોહલીએ 58 ઇનિંગ પહેલા જ આ ઉપલબ્ધિ મેળવી લીધી છે.
વિરાટ કોહલી ઉપરાંત માત્ર પાંચ બેટ્સમેન સચિન તેંડુલકર, જયસૂર્યા, કુમાર સાંગાકારા, રિકી પોન્ટિંગ અને મહેલા જયવર્ધને જ વનડે ક્રિકેટમાં 12 હજાર રન બનાવવામાં સફળ રહ્યા છે.
વિરાટ કોહલીના નામે આ છે રેકોર્ડ
વિરાટ કોહલી હાલના સમયમાં વિશ્વના નંબર વન બેટ્સમેન છે. વિરાટ કોહલીના નામે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 8000 રન (175 ઇનિંગમાં), 9000 રન (194 ઇનિંગમાં), 10000 રન (205 ઇનિંગમાં) અને 11000 રન (222 ઇનિંગમાં) પૂરા કરવાનો રેકોર્ડ છે.
શાનદાર છે વનડે કારકિર્દી
વિરાટ કોહલી વનડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી શાનદાર બેટ્સમેન છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 250 મેચોમાં 59.29 રનની સરેરાશથી 11977 રન બનાવ્યા છે. વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં 43 સેન્ચુરી અને 59 હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યા છે. વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીથી વધારે સેન્ચુરી માત્ર સચિન તેંડુલકરે ફટકારી છે. સચિનના નામે 49 સેન્ચુરી છે અને વિરાટ કોહલી પાસે આ રેકોર્ડ તોડવાની પણ તક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion