Asia Cup 2022: પાકિસ્તાન વિરુદ્ધ મેદાન પર ઉતરતાની સાથે જ ઇતિહાસ રચશે વિરાટ કોહલી, આવું કરનાર પ્રથમ એશિયન ખેલાડી બનશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 27 ઓગસ્ટથી શરૂ થતા 2022 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે
2022 Asia Cup, Virat Kohli 100th T20 International: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 27 ઓગસ્ટથી શરૂ થતા 2022 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે.એશિયા કપ માટે ભારતીય ટીમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પણ વાપસી થઈ છે. તેણે ઈંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી-20 સીરિઝ બાદ આરામ કરવાનો નિર્ણય લીધો હતો. હવે કોહલી 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે.
કોહલી 100મી T20 મેચ રમશે
કોહલી પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતાની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. વાસ્તવમાં વિરાટ કોહલીએ અત્યાર સુધી 99 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આવી સ્થિતિમાં તે 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે તેની 100મી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ઉલ્લેખનીય છે કે કોહલી 100 T20 ઈન્ટરનેશનલ મેચ રમનાર ભારતનો બીજો ખેલાડી હશે. આ પહેલા રોહિત શર્મા આ કારનામું કરી ચૂક્યો છે. હિટમેને અત્યાર સુધીમાં 132 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
પ્રથમ એશિયન ખેલાડી બનશે
ઉલ્લેખનીય છે કે કોહલી પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર એશિયાનો પહેલો ખેલાડી બની જશે. આ પહેલા વિશ્વમાં માત્ર ન્યુઝીલેન્ડના રોસ ટેલર જ આ કારનામું કરી શક્યા હતા. ટેલરે તમામ ફોર્મેટમાં 100 કે તેથી વધુ મેચ રમી છે.
🚨#TeamIndia squad for Asia Cup 2022 - Rohit Sharma (Capt ), KL Rahul (VC), Virat Kohli, Suryakumar Yadav, Deepak Hooda, R Pant (wk), Dinesh Karthik (wk), Hardik Pandya, R Jadeja, R Ashwin, Y Chahal, R Bishnoi, Bhuvneshwar Kumar, Arshdeep Singh, Avesh Khan.
— BCCI (@BCCI) August 8, 2022
આ પણ વાંચોઃ