IND vs AUS: 'પ્લેયર ઓફ ધ મેચ' વિરાટ કોહલીએ પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ, આવુ કરનાર પ્રથમ ખેલાડી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અમદાવાદ ટેસ્ટ ડ્રો રહી હતી. જોકે, ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી હતી. વિરાટ કોહલીએ આ મેચમાં 186 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
Virat Kohli Record: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અમદાવાદ ટેસ્ટ ડ્રો રહી હતી. જોકે, ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી હતી. વિરાટ કોહલીએ આ મેચમાં 186 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે આ ઇનિંગ બાદ વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ વિરાટ કોહલીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે. ટેસ્ટ ફોર્મેટ સિવાય વિરાટ કોહલી વનડે અને ટી-20 મેચમાં 10થી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે.
વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં 10થી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે
આ રીતે વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટમાં 10થી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. આવું કરનાર તે એકમાત્ર ક્રિકેટર છે. અત્યાર સુધી વિરાટ કોહલી સિવાય અન્ય કોઈ ક્રિકેટરે આ કારનામું કર્યું નથી. ખરેખર, જો તમે આંકડા પર નજર નાખો તો, વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં 10 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચૂક્યો છે. આ સિવાય પૂર્વ ભારતીય કેપ્ટનનો ODI અને T20 ફોર્મેટમાં પણ જલવો જોવા મળ્યો છે.
આવું કરનાર કિંગ કોહલી એકમાત્ર ક્રિકેટર છે
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વનડે ફોર્મેટમાં 38 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. આ સિવાય વિરાટ કોહલી ઈન્ટરનેશનલ ટી20 મેચમાં 15 વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. જો કે, વિરાટ કોહલી એવો પહેલો ખેલાડી છે જેણે ટેસ્ટ મેચ સિવાય ODI અને T20 ફોર્મેટમાં 10 થી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હોય. બીજી તરફ અમદાવાદ ટેસ્ટની વાત કરીએ તો મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. જો કે ભારતીય ટીમે શ્રેણી 2-1થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, પરંતુ ઈન્દોર ટેસ્ટમાં કાંગારૂઓએ ધમાકેદાર વાપસી કરી હતી. જ્યારે બંને ટીમો વચ્ચેની છેલ્લી ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
અમદાવાદ ટેસ્ટ મેચની વાત કરીએ તો આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 480 રન બોર્ડ પર મૂક્યા હતા. તેના મોટા સ્કોરનો પીછો કરતા ભારતીય ટીમે 571 રન બનાવ્યા, જેમાં વિરાટ કોહલીએ 186 રન બનાવ્યા અને શુભમન ગીલે પણ 128 રનની શાનદાર ઇનિંગ રમી. જે બાદ ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગમાં 2 વિકેટના નુકસાને 175 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ત્યારપછી બંને ટીમોના કેપ્ટને પરસ્પર સહમતિથી નિર્ણય લીધો કે આ મેચમાંથી કોઈ પરિણામ ન આવી શકે, તેથી મેચ ડ્રો રહી અને ભારતે શ્રેણી 2-1થી જીતી લીધી.