(Source: ECI/ABP News/ABP Majha)
Virat Kohli Ranking: વિરાટ કોહલીની ટેસ્ટ રેન્કિંગમાં લાંબી છલાંગ, મહિનાઓ બાદ ટોપ-10માં થઇ વાપસી
Virat Kohli Ranking: ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે
ICC Test Ranking: ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સેન્ચુરિયન ટેસ્ટમાં તેણે અડધી સદી ફટકારી હતી. કેપટાઉનમાં પ્રથમ દાવમાં 46 રન બનાવ્યા હતા. કોહલીને ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. મહિનાઓ પછી તે ટોપ 10માં પાછો ફર્યો છે. ICCની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં કોહલી 9માં નંબરે પહોંચી ગયો છે. પરંતુ તે ODI રેન્કિંગમાં શુભમન ગિલ કરતા એક સ્થાન પાછળ છે. સ્પિનર રવિ બિશ્નોઈને T20માં ફાયદો થયો છે. ઓલરાઉન્ડરોની ટેસ્ટ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા ટોપ પર યથાવત છે.
Moves into the ICC Player Rankings top 10 for Virat Kohli, Marco Jansen and Mitchell Santner 👀
— ICC (@ICC) January 4, 2024
More 👉 https://t.co/DouuaUqWLf pic.twitter.com/TosNEMao8n
ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં કેન વિલિયમ્સન ટોચ પર યથાવત છે. જો રૂટ બીજા ક્રમે છે. જ્યારે ત્રીજા નંબર પર સ્ટીવ સ્મિથ છે. ડેરીલ મિશેલને 3 સ્થાનનો ફાયદો થયો છે. તે ચોથા નંબર પર આવી ગયો છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી 9મા નંબર પર છે. તેને 4 સ્થાનનો ફાયદો થયો છે. ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં કોહલી સિવાય અન્ય કોઈ બેટ્સમેન ટોપ 10માં સામેલ નથી. કોહલી 2022માં ટોપ 10માંથી બહાર હતો. પરંતુ હવે તે પાછો આવ્યો છે. જાડેજા ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચ પર યથાવત છે. બીજા નંબર પર રવિચંદ્રન અશ્વિન છે.
ટીમ ઈન્ડિયાના સ્પિનર રવિ બિશ્નોઈને T20 બોલરોની રેન્કિંગમાં ફાયદો થયો છે. તે બીજા સ્થાને પહોંચી ગયો છે. આદિલ રાશિદ આમાં ટોપ પર છે. બિશ્નોઈ સિવાય કોઈ ભારતીય બોલર T20 રેન્કિંગમાં ટોપ 10માં સામેલ નથી. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચ પર છે. જ્યારે વન-ડેમાં મોહમ્મદ સિરાજ ત્રીજા નંબર પર છે.
શુભમન ગિલ વન-ડે બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને છે. વિરાટ ત્રીજા અને રોહિત શર્મા ચોથા ક્રમે છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ ટોપ પર છે. સૂર્યકુમાર યાદવ T20 રેન્કિંગમાં ટોચ પર છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે-ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે. ટેસ્ટનો પ્રથમ દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો હતો. પહેલા દિવસે ઘણા મોટા રેકોર્ડ બન્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 55 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત સામેની ટેસ્ટ મેચોમાં આ દક્ષિણ આફ્રિકાનો સૌથી ઓછો સ્કોર છે. આ સિવાય આજે રેકોર્ડ 23 બેટ્સમેન આઉટ થયા હતા.