(Source: ECI/ABP News/ABP Majha)
Virat Kohli Video: દિલ્હી ટેસ્ટમાં વિરાટને મળ્યું પોતાનું મનગમતુ ભોજન, ડીશ જોઇને કરવા લાગ્યો આવુ, જુઓ રિએક્શન....
હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, આ વીડિયોમાં વિરાટ કોહલી પોતાના ભોજનને ન્યાય આપી રહ્યો છે.
Virat Kohli Video: ભારતીય ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમી રહી છે, પ્રથમ બે ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી છે, અને સીરીઝમાં 2-0થી લીડ બનાવી લીધી છે. પરંતુ આ બધાની વચ્ચે એક શાનદાર વીડિયો સામે આવ્યો છે, જેમાં વિરાટ કોહલીએ પોતાના મનપસંદ ભોજન પર જબરદસ્ત રિએક્શન આપ્યુ છે.
ખરેખરમાં, હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, આ વીડિયોમાં વિરાટ કોહલી પોતાના ભોજનને ન્યાય આપી રહ્યો છે. એટલે કે તેની જબરદસ્ત પ્રસંશા કરી રહ્યો છે. જ્યારે દિલ્હી ટેસ્ટમાં બીજા દિવસની રમત રમાઇ રહી હતી, તે દરમિયાનનો આ વીડિયો છે, ટીમ ઇન્ડિયાની બેટિંગ દરમિયાન ડગઆઉટમાં વિરાટ કોહલી કૉચ રાહુલ દ્રવિડ સાથે મેચની રણનીતિને લઇને કોઇ વાતચીત રહ્યો છે, તે સમયે જ પાછળથી એક વેઇટર કોહલી માટે તેનુ મનપસંદ ભોજન લઇને આવે છે, વિરાટ કોહલીને ભોજન બતાવતા જ વિરાટ બન્ને હાથે જોરદાર તાળી પાડી દે છે. આ રીતે પોતાના મનપસંદ ભોજનને વધાવી લે છે, અને વેઇટરને ઇશારમાં કહે છે કે ત્યાં મુકો હું આવુ છે.
વિરાટના આ રિએક્શન દરમિયાન કૉચ રાહુલ દ્રવિડ પણ ત્યાં જ હોય છે અને રાહુલ દ્રવિડ પણ કોહલીનું આ રિએક્શન જોઇને હંસવા લાગે છે.
Virat😂pic.twitter.com/6cvdSHNto8
— Kanav Bali🏏 (@Concussion__Sub) February 18, 2023
IND vs AUS, 2nd Test: દિલ્હી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની 6 વિેકેટથી જીત, સીરીઝમાં 2-0થી મેળવી લીડ
IND vs AUS, 2nd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી લીધી છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં આ સાથે જ ટીમ ઇન્ડિઆએ 2-0થી લીડ બનાવી લીધી છે, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ત્રીજા દિવસે જ જીત હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે. બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની આગામી ત્રીજી ટેસ્ટ મેચ ઇન્દોરમાં રમાશે.
દિલ્હીમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરતાં 6 વિકેટથી જીત હાંસલ કરી લીધી છે. બીજી ઇનિંગમાં કાંગારુઓ તરફથી મળેલા 115 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રોહિત એન્ડ કંપનીએ શાનદાર બેટિંગ કરીને જીત હાંસલ કરી લીધી.
ભારતની વાત કરીએ તો, બીજી ઇનિંગમાં ત્રીજા દિવસની બેટિંગ દરમિયાન કુલ 26.4 ઓવરની રમત રમાઇ, જેમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટો ગુમાવીને 118 રન કરીને મેચ જીતી લીધી હતી. આ ઇનિંગમાં સૌથી વધુ કેપ્ટન રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાએ 31-31 રનોની ઉપયોગી ઇનિંગ રમી હતી, આ પછી શિકર ભરતે 23 રન, વિરાટ કોહલીએ 20 રન અને શ્રેયસ અય્યરે 12 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયૉન 2 વિકેટ અને ટૉડ મર્ફી 1 વિકેટ ઝડપવામાં સફળ રહ્યાં હતા.