શોધખોળ કરો

વિરાટ કોહલીએ ટેસ્ટના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, જાણો કોનો માન્યો આભાર?

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપ્યું છે. 

નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપ્યું છે.વિરાટ કોહલીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી ટેસ્ટ ટીમના કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી હતી. તેણે અગાઉથી જ ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડી હતી. જ્યારે વન-ડે ટીમના કેપ્ટન પદેથી તેને હટાવવામાં આવ્યો છે. આ નિર્ણય સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં હારના બીજા જ દિવસે લીધો હતો.વિરાટ કોહલીએ પોતાના મેસેજમાં બીસીસીઆઇનો આભાર માન્યો હતો. તે સિવાય મહેન્દ્રસિંહ ધોની,  રવિ શાસ્ત્રી અને અન્ય સપોર્ટ સ્ટાફનો પણ આભાર માન્યો હતો.

વિરાટ કોહલીએ ટેસ્ટના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, જાણો કોનો માન્યો આભાર? કોહલીએ ટ્વિટર પર લખ્યું કે મે સાત વર્ષની મહેનત અને સંઘર્ષથી ટીમને યોગ્ય દિશામાં લઇ જવાનો પ્રયાસ કર્યો છે. મે મારુ કામ પૂરી ઇમાનદારીથી કર્યું છે. મે મારા તરફથી કોઇ કસર છોડી નથી. તમામ ચીજને ક્યારેકના ક્યારેક રોકાવાનું હોય છે. મારા માટે ભારતની ટેસ્ટ ટીમની કેપ્ટનશીરપ છોડવાનો આ યોગ્ય સમય છે. કોહલીએ લખ્યું કે આ સફરમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે પરંતુ મારા પ્રયાસો અને વિશ્વાસમાં કોઇ ઓટ આવી નથી.

વિરાટના ટ્વિટ પર બીસીસીઆઇએ ભારતીય ક્રિકેટમાં તેના યોગદાન બદલ આભાર માન્યો હતો. બોર્ટે ટ્વિટ કર્યું કે બીસીસીઆઇ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને તેના પ્રેરણાદાયી નેતૃત્વ ક્ષમતા માટે અભિનંદન આપે છે જેણે ટીમને ઉંચાઇઓ સુધી પહોંચાડી છે. તેણે ભારત તરફથી 68 મેચમાં કેપ્ટનશીપ કરી જેમાં 40માં ટીમ ઇન્ડિયાને જીત અપાવી છે.

કોહલીએ આગળ પોતાના મેસેજમાં લખ્યું કે મે હંમેશાથી મારુ 120 ટકા યોગદાન આપવામાં વિશ્વાસ કર્યો છે અને જો હું એમ ના કરી શકું  તો હું જાણુ છું કે આ યોગ્ય કામ નથી. હું ટીમ સાથે બેઇમાની કરી શકું નહીં.

કોહલીએ કહ્યું કે હું બીસીસીઆઇનો આટલા લાંબા સમય સુધી દેશનુ નેતૃત્વ કરવાની તક આપવા બદલ આભાર માનું છું અને તેનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે ટીમના એ તમામ સાથીઓનો જેમણે પ્રથમ દિવસથી જ ભરપૂર સાથ આપ્યો અને કોઇ પણ સ્થિતિમાં ક્યારેય હાર માની નહી.

કોહલીએ પોતાના સાથી ખેલાડીઓના વખાણ કરતા લખ્યું કે તમે લોકોએ મારા સફરને વધુ યાદગાર અને સુંદર બનાવી છે. રવિ ભાઇ અને સપોર્ટ સ્ટાફનો આભાર જેણે આ ગાડી જે ટેસ્ટ ક્રિકેટમાં સતત ઉપર જઇ રહી હતી તેના એન્જિન રહ્યા. સૌથી અંતમાં મહેન્દ્રસિંહ ધોનીનો આભાર જેમણે મારા પર એક કેપ્ટનના રૂપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને મારામાં એક એવો ખેલાડી જોયો જે ભારતીય ક્રિકેટને આગળ લઇ જઇ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Embed widget