શોધખોળ કરો
Advertisement
વિરાટે અનુષ્કા સાથેની કઈ જૂની તસવીર મૂકી કે સોશિયલ મીડિયા પર મચી ગઈ ધૂમ? જાણો વિરાટે શું લખ્યું?
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલ પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે મુંબઇમાં સમય વિતાવી રહ્યો છે. તેને પત્ની અનુષ્કા સાથે એક થ્રૉબેક તસવીર શેર કરી છે. વિરાટે તસવીર શેર કરી છે જેમાં તે પર્વતોની વચ્ચે તળાવના કિનારે બેઠેલો જોવા મળે છે
નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસના કારણે ભારતીય ક્રિકેટ અને તેને લગતી તમામ ગતિવિધિઓ હાલ બંધ છે. આના કારણે ક્રિકેટ જગત સાથે જોડાયેલી દિગ્ગજ હસ્તીઓ પોતાની ફેમિલી સાથે સમય વિતાવી રહી છે, અને સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ થઇ રહી છે. દુનિયાના ધૂરંધર બેટ્સમેનોમાં સામેલ વિરાટ કોહલીએ પણ સોમવારે એક ખાસ અને જુની તસવીર સોશ્યલ મીડિયામાં શેર કરીને ચર્ચાનો વિષય બનાવ દીધો છે.
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલ પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે મુંબઇમાં સમય વિતાવી રહ્યો છે. તેને પત્ની અનુષ્કા સાથે એક થ્રૉબેક તસવીર શેર કરી છે. વિરાટે તસવીર શેર કરી છે જેમાં તે પર્વતોની વચ્ચે તળાવના કિનારે બેઠેલો જોવા મળે છે.
આ રીતે, વિરાટે કોરોના વાયરસ રોગચાળા પહેલાનો સમય પણ યાદ કર્યો. વિરાટે કેપ્શન લખ્યું હતું, ‘જ્યારે તમે આવી સુંદર જગ્યાઓ પર જાઓ છો ત્યારે એ યાદોને મનમાં ભરી રાખો પછી સમય મળે ત્યારે સાથે બેસો અને આ સમય યાદ રાખો. તેણે ‘વન એન્ડ ઓનલી’ સાથે હાર્ટ ઇમોજી પણ શેર કરી છે.
વિરાટની આ તસવીરને ઇન્સ્ટાગ્રામ પર 15 લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે જ્યારે 7 હજારથી વધુ કોમેન્ટ આવી છે. આઇપીએલ પણ કોરોનાને કારણે અનિશ્ચિત સમય સુધી મુલતવી રાખવામાં આવ્યુ છે. જો આઇપીએલ યોજાયો હોત તો વિરાટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નેતૃત્વ કરી રહ્યો હોત અને આ ટીમના કેપ્ટન તરીકે મેચ રમ્યો હોત.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion