શોધખોળ કરો
Advertisement
કોહલીએ કયા ખેલાડીને ટી20નો હીરો ગણાવતા કહ્યું કે તેને તો ટી20 વર્લ્ડકપ રમવો જ પડશે, જાણો વિગતે
કોહલીએ કહ્યું- મને વિશ્વાસ છે કે તે પોતાની રમત પર મહેનત કરવાનુ ચાલુ રાખશે, અને વધુ સારો બની જશે
નવી દિલ્હીઃ ટી20 આગામી વર્ષો રમાવવાનો છે, આ માટે તમામ ટીમો પોતાના બેસ્ટ ખેલાડીઓને શોધી રહી છે. આ બધાની વચ્ચે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટી નટરાજન માટે મોટુ નિવેદન આપ્યુ છે. કોહલીએ ટી નટરાજનને ટી20 વર્લ્ડકપનો મહત્વનો ખેલાડી ગણાવ્યો છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સીરીઝમાં ડેબ્યૂ કરતાં ટી નટરાજન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો છે. ત્રણ મેચોની સીરીઝમાં નટરાજને માત્ર છ વિકેટો જ નથી લીધી પણ ભારત માટે મહત્વનો બૉલર સાબિત થયો હતો. નટરાજનના આ પ્રદર્શનથી કેપ્ટન કોહલી ખુશ થઇ ગયો છે.
કોહલીએ કહ્યું- નટરાજન વિશે વાત કરવાની સૌથી વધુ જરૂર છે, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને અમે ટી20 સીરીઝ માટે આરામ આપવાનો ફેંસલો કર્યો. પરંતુ નટરાજને આ દિગ્ગજ બૉલરોની અનુપસ્થિતિમાં સારી જવાબદારી નિભાવી, અને દબાણની પરિસ્થિતિઓમાં શાનદાર બૉલિંગ કરી.
ભારતને આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ટી20 વર્લ્ડકપની યજમાની કરવાની છે. કોહલીએ કહ્યું- મને વિશ્વાસ છે કે તે પોતાની રમત પર મહેનત કરવાનુ ચાલુ રાખશે, અને વધુ સારો બની જશે, કેમકે ડાબોડી ફાસ્ટ બૉલર કોઇપણ ટીમ માટે મહત્વપૂર્ણ હોય છે. જો તે આ રીતે બૉલિંગ કરવાનુ ચાલુ રાખશે તો આગામી વર્ષે રમાનારા વર્લ્ડકપ પહેલા અમારા માટે સારી વાત છે. જો ટી નટરાજન વર્લ્ડકર રમે છે તો ભારતીય ટીમ માટે સારી વાત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion