IND vs PAK: ભારત-પાકિસ્તાન હાઇ વૉલ્ટેજ મેચમાં વિરાટ કોહલીની એક્ટિંગ, વીડિયો જોઇ તમે પણ હંસવું નહીં રોકી શકો.....
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023ની 12મી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. ભારતે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Virat Kohli World Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023ની 12મી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. ભારતે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ દરમિયાન વિરાટ કોહલી રમુજી મસ્તી કરતો દેખાઈ રહ્યો હતો. પાકિસ્તાનની ઈનિંગની 13મી ઓવર દરમિયાન તે એક્ટિંગ કરતો જોવા મળ્યો હતો. આ પહેલા પાકિસ્તાનની વિકેટ પડી હતી. પંજાબ કિંગ્સે કોહલીનો એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે.
વાસ્તવમાં ઈમામ ઉલ હક અને અબ્દુલ્લા શફીક પાકિસ્તાન માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. શફીક 8મી ઓવરના છેલ્લા બૉલ પર આઉટ થયો હતો. જ્યારે ઈમામ 13મી ઓવરમાં આઉટ થયો હતો. ઓવરના ત્રીજા બૉલ પર હાર્દિક પંડ્યાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઇમામના આઉટ થયા બાદ કોહલી એક્ટિંગ કરતો જોવા મળ્યો હતો. તેના હાથ પર ઘડિયાળ ન હતી. તેમ છતાં તે ઘડિયાળમાં સમય ચેક કરી રહ્યો હોય તેવું વર્તન કરતો હતો.
પંજાબ કિંગ્સે X પર કોહલીનો વીડિયો શેર કર્યો છે. સમાચાર લખાયા ત્યાં સુધી 12 હજારથી વધુ લોકોએ તેને જોયો હતો અને લગભગ 400 લોકોએ તેને લાઈક કર્યો હતો. તેના પર ફેન્સ તરફથી ઘણી કૉમેન્ટ્સ આવી.
𝐒𝐨𝐦𝐞𝐭𝐢𝐦𝐞𝐬 𝐢𝐭’𝐬 𝐚𝐜𝐭𝐢𝐧𝐠! ⌚️😜#ViratKohli #CWC23 #INDvPAKpic.twitter.com/b1xisbWLqB
— Punjab Kings (@PunjabKingsIPL) October 14, 2023
નોંધનીય છે કે સમાચાર લખાય છે ત્યાં સુધી પાકિસ્તાને 28 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 144 રન બનાવી લીધા હતા. બાબર આઝમ 45 રન અને મોહમ્મદ રિઝવાન 42 રન સાથે રમી રહ્યા છે. ભારત તરફથી પંડ્યા અને સિરાજે સમાચાર લખ્યા ત્યાં સુધી એક-એક વિકેટ લીધી હતી.
ઉલ્લેખનીય છેકે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે એક લાખથી વધુ લોકો આવ્યા છે. ભારતનો મહાન ક્રિકેટ સચિન તેંડુલકર પણ આવી ગયો છે. રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ અમદાવાદ પહોંચી છે. આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ચાહકો અહીં બ્લુ જર્સી પહેરીને પહોંચ્યા છે.
પાકિસ્તાન સામેની મેચમાં વિરાટ કરી બેઠો મોટી ભૂલ, તાત્કાલિક જવું પડ્યું મેદાનની બહાર
ભારત અને પાકિસ્તાનની ટીમો અમદાવાદમાં ODI વર્લ્ડ કપની સૌથી મોટી મેચ રમી રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં વિરાટ કોહલી એક ભૂલને કારણે ચર્ચામાં આવ્યો હતો. કોહલીએ જર્સીને લઈને કરેલી ભૂલના કારણે ચર્ચામાં આવ્યો હતો. વાસ્તવમાં, વિરાટની જર્સીમાં થોડો તફાવત હતો, જેના પર તેણે ધ્યાન આપ્યું ન હતું, પરંતુ મેદાન પરના કોઈએ તેની તરફ ઈશારો કરતા જ વિરાટે ઓવર પૂરી થતા જ તેની જર્સી બદલી નાખી. ખરેખર, ટીમ ઈન્ડિયાના જર્સીના સ્પોન્સર એડિડાસે ભારતીય ટીમ માટે બે અલગ-અલગ સ્ટાઈલની જર્સી બનાવી છે. એક જર્સીમાં, જર્સીના બંને ખભા પર મૂકવામાં આવેલી ત્રણ પટ્ટાઓ એ ભારતીય ધ્વજના ત્રણ રંગ છે, જેનો ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં ઉપયોગ કરી રહી છે, જ્યારે બીજી જર્સીમાં, બંને ખભા પર ત્રણ સફેદ પટ્ટીઓ છે. જે એડિડાસના લોગોથી પ્રેરિત દેખાય છે. બસ વિરાટ આ જ ભૂલ કરી બેઠો. તેણે આ મેચ માટે ત્રણ સફેદ પટ્ટાઓવાળી આ જર્સી પહેરી હતી. શરૂઆતમાં કોઈએ આ તરફ ધ્યાન આપ્યું ન હતું અને તે રાષ્ટ્રગીત દરમિયાન પણ આ જર્સીમાં ઉભો રહોયા હતો. પરંતુ મેચ શરૂ થયા બાદ જેવા જ સાથી ખેલાડીએ તેનું ધ્યાન આ સ્ટ્રીપ્સ તરફ દોર્યું તો વિરાટે પણ આશ્ચર્ય સાથે તેની તરફ જોયું અને બાદમાં ઓવર પૂરી થયા બાદ તેણે આ જર્સી બદલી નાખી.