Asia Cup 2022: કોહલીએ તેની ઈંસ્ટાગ્રામ સ્ટોરીમાં માણસોને ઓળખવાની આ વાત કહી, પોસ્ટ થઈ વાયરલ
હાલમાં જ વિરાટ કોહલીએ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર મોટું નિવેદન આપ્યું હતું. મહેન્દ્ર સિંહ ધોની પર વિરાટ કોહલીના આ નિવેદને ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
Virat Kohli Instagram: હાલમાં જ વિરાટ કોહલીએ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર મોટું નિવેદન આપ્યું હતું. મહેન્દ્ર સિંહ ધોની પર વિરાટ કોહલીના આ નિવેદને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. હવે વિરાટ કોહલીની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વિરાટ કોહલીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી મૂકી છે. જેમાં તે જીવનના પાઠ શિખવતો સંદેશ આપતો દેખાઈ રહ્યો છે.
'તમારી ખુશીમાં ખુશ થનારા લોકોને ઓળખો'
વિરાટ કોહલીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે એવા લોકોને ઓળખો જે તમારી ખુશીમાં ખુશ છે. તેમજ એવા લોકોને ઓળખો જે તમારા દુ:ખમાં દુઃખી છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આગળ લખે છે કે આવા લોકો માટે દિલમાં ખાસ જગ્યા હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ પહેલા વિરાટ કોહલીએ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર નિવેદન આપ્યું હતું. વિરાટ કોહલીના આ નિવેદને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. કોહલી કહ્યું હતું કે, જ્યારે મેં કેપ્ટન્સી છોડી હતી, ત્યારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જ મને મેસેજ કર્યો હતો.
ટીમ ઈન્ડિયા આજે શ્રીલંકા સામે ટકરાશે
આજે ભારતીય ટીમ એશિયા કપ 2022 સુપર-4 રાઉન્ડમાં શ્રીલંકા સામે ટકરાશે. એશિયા કપ 2022 સુપર-4 રાઉન્ડની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. એશિયા કપ 2022 સુપર-4 રાઉન્ડમાં ભારતની આ બીજી મેચ હશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. નોંધપાત્ર વાત એ છે કે, એશિયા કપ 2022 સુપર-4 રાઉન્ડની પ્રથમ મેચમાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું, જ્યારે ટીમ ઈન્ડિયા તેની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે.
આ પણ વાંચો....
Corona Vaccine: ભારતની પ્રથમ નાક વાટે આપવામાં આવતી કોરોના રસીને મળી Emergency Use ની મંજૂરી
Ceasefire Violation: દોઢ વર્ષમાં પહેલીવાર સીઝફાયરનું ઉલ્લંઘન, પાકિસ્તાને સરહદ પર કર્યો ગોળીબાર