શોધખોળ કરો

IND VS AUS: સુર્ય કુમાર યાદવને લઈને વિરેન્દ્ર સહેવાગે આપ્યું મોટું નિવેદન,જ્યારે તમે સતત 3 વખત ઝીરો પર આઉટ થાવ છો...

Virendra Sehwag On Suryakumar Yadav:  જ્યારે છેલ્લી વખત ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે હતા, તે શ્રેણી ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ માટે નિરાશાજનક રહી હતી. વાસ્તવમાં, તે શ્રેણીની 3 મેચોમાં, સૂર્યકુમાર યાદવ સતત ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો હતો.

Virendra Sehwag On Suryakumar Yadav:  જ્યારે છેલ્લી વખત ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે હતા, તે શ્રેણી ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ માટે નિરાશાજનક રહી હતી. વાસ્તવમાં, તે શ્રેણીની 3 મેચોમાં, સૂર્યકુમાર યાદવ સતત ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો હતો. પરંતુ શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે સૂર્યકુમાર યાદવે 49 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત, તેણે કેએલ રાહુલ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને ટીમને જીત સુધી પહોંચાડી.

શું કહ્યું વીરેન્દ્ર સેહવાગે...

જોકે, પૂર્વ ભારતીય ખેલાડી વીરેન્દ્ર સેહવાગે સૂર્યકુમાર યાદવની ઈનિંગ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે જ્યારે તમે ક્રિઝ પર હોવ છો, ત્યારે તમે તમારા સો ટકા આપો છો, ક્યારેક તમને સફળતા મળે છે, જ્યારે ક્યારેક તમે નિષ્ફળ જાઓ છો. પરંતુ તમે તમારી નબળાઈઓ પર કામ કરો છો. તેણે એમ પણ કહ્યું કે બેટ્સમેન તરીકે તમારી માનસિકતા સૌથી મહત્વપૂર્ણ છે. જો કે, તમારી કુશળતા પણ મહત્વપૂર્ણ છે.

જો તમે સતત 3 વખત શૂન્ય પર આઉટ થાવ છો તો તમે...

વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે જો એક બેટ્સમેન તરીકે તમે સતત ત્રણ વખત શૂન્ય પર આઉટ થાવ છો તો તમારે તમારી કુશળતા પર કામ કરવાની જરૂર છે. આ પછી, જ્યારે તમે રન બનાવો છો, ત્યારે તમારી માનસિકતા બદલાવા લાગે છે. ભૂતપૂર્વ ભારતીય ઓપનરે કહ્યું કે માનસિકતા સૌથી મહત્વપૂર્ણ છે.  તેણે કહ્યું કે જો તમે સતત એક જ શોટ રમીને પેવેલિયન પરત ફરી રહ્યા છો તો તમારા મનમાં સવાલો આવવા લાગે છે કે શું આ શોટ સાચો હતો. જ્યારે આ મેચની વાત કરીએ તો ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમ 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ છે. આ શ્રેણીની બીજી મેચ રવિવારે ઈન્દોરમાં રમાશે.

ગિલ અને ગાયકવાડે 142 રનની ભાગીદારી કરી હતી

ઓસ્ટ્રેલિયાએ આપેલા 277 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાને શુભમન ગિલ અને રુતુરાજ ગાયકવાડે શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી કરી હતી. ગીલે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયન બોલરોને ધોઈ નાખ્યા હતા. ગિલે માત્ર 63 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ઝડપી 74 રન બનાવ્યા હતા. તેણે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જ્યારે ગાયકવાડે 10 ચોગ્ગાની મદદથી 71 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

ભારતે 9 રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી

શાનદાર શરૂઆત બાદ ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર થોડો ડગમગાયો હતો. 142 રનમાં પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ માત્ર 9 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે બીજી વિકેટ 148 અને ત્રીજી વિકેટ 151 રન પર ગુમાવી હતી. ગાયકવાડ અને ગિલ બાદ શ્રેયસ અય્યર માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેપ્ટન કેએલ રાહુલ અને ઈશાન કિશને કેટલાક આક્રમક શોટ રમ્યા, પરંતુ ઈશાન વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો નહીં. તે 26 બોલમાં બે ચોગ્ગાની મદદથી 18 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાનને પેટ કમિન્સે વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો.

સૂર્યકુમાર અને કેએલ રાહુલે શાનદાર ફિફ્ટી ફટકારી

ચોથી વિકેટ 185 રન પર પડ્યા બાદ સૂર્યકુમાર યાદવે કેપ્ટન કેએલ રાહુલ સાથે મળીને પાંચમી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. સૂર્ય કુમારે 49 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. જોકે, ભારતની જીત પહેલા સૂર્યા સિક્સર મારવાના પ્રયાસમાં આઉટ થઈ ગયો હતો. પરંતુ કેપ્ટન કેએલ રાહુલ એક છેડે ઉભો રહ્યો અને આખરે ટીમને જીત તરફ દોરી ગયો. રાહુલે 63 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 58 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેની સાથે જાડેજા ત્રણ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
Embed widget