Virender Sehwag Son: તરખાટ મચાવવા આવી રહ્યો છે વિરેન્દ્ર સેહવાગનો દીકરો, આ ટીમમાં થઇ પસંદગી
વિરેન્દ્ર સેહવાગના પુત્રએ હવે પ્રોફેશનલ ક્રિકેટમાં એન્ટ્રી મારી છે. દરેક ક્રિકેટના ચાહક ભારતના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગના દીવાના છે
દરેક ક્રિકેટના ચાહક ભારતના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગના દીવાના છે. જે પોતાની બેટિંગથી વિરોધી ટીમમાં તબાહી મચાવે છે. સેહવાગ ટેસ્ટ ક્રિકેટમાં પણ વન-ડે સ્ટાઈલની બેટિંગ કરવા માટે જાણીતો હતો. હવે ફેન્સ માટે સારા સમાચાર છે કારણ કે વિરેન્દ્ર સેહવાગના પુત્રએ હવે પ્રોફેશનલ ક્રિકેટમાં એન્ટ્રી મારી છે.
View this post on Instagram
BCCI દ્વારા આયોજિત અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી માટે દિલ્હીની ટીમમાં વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 15 વર્ષનો આર્યવીર હવે ક્રિકેટ જગતમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે.
દિલ્હીની ટીમ હાલમાં બિહાર સામે તેની મેચ રમી રહી છે, જોકે આ મેચમાં આર્યવીરને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો નથી. પરંતુ તેની એન્ટ્રી મોટા લેવલે થઈ છે, એવામાં ફેન્સ ફરી એકવાર મેદાન પર વિરેન્દ્ર સેહવાગની ઝલક જોઈ શકશે.
View this post on Instagram
આર્યવીર સેહવાગના ઈન્સ્ટાગ્રામ પર જોઇએ તો તેણે તેની બેટિંગના ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં તે તેના પિતા વિરેન્દ્ર સેહવાગ જેવી બેટિંગ કરી રહ્યો છે અને નેટ્સમાં બોલરોને ફટકારતો જોવા મળે છે. સેહવાગે ભારત માટે 104 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 50ની એવરેજથી 8586 રન બનાવ્યા છે. તેમજ વિરેન્દ્ર સેહવાગે 251 વનડેમાં 35ની એવરેજથી 8273 રન બનાવ્યા છે.
અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી માટે દિલ્હીની ટીમ
અર્ણવ બગ્ગા (c), સાર્થક રે, પ્રણવ, સચિન, અનિન્દો, શ્રે સેઠી (wk), પ્રિયાંશુ, લક્ષ્મણ, ઉદ્ધવ મોહન, ધ્રુવ, કિરીત કૌશિક, નૈતિક માથુર, શાંતનુ યાદવ, મોહક કુમાર, આર્યવીર સેહવાગ