શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બેટિંગ કરતી વખતે જ બેટ્સમેનનુ બેટ તુટી ગયુ છતાં આ રીતે લીધો રન, જુઓ વીડિયોમાં.........
નોંધનીય છે કે, વસીમ જાફર 150 રણજી મેચ રમનારો પહેલો ક્રિકેટર પણ છે. તેને બેટિંગમાં એક દાયકાથી વધારેનો અનુભવ પણ છે
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર તમે કેટલાય બેટ્સમેનના બેટ તુટતા જોય હશે, પણ બેટ તુટ્યા બાદ પણ હાથાના સહારે રન પુરો કરવાની ઘટના કદાય જ જોઇ હશે. અનુભવી ફર્સ્ટ ક્લાસ બેટ્સમેન વસીમ જાફરની સાથે આવુ જ થયુ હતુ. જોકે, આ પહેલા તેને કેટલીય વખત પોતાનુ બેટ પણ બદલ્યુ હતુ.
વિદર્ભ માટે રમનારા વસીમ જાફરની સાથે આ ઘટના દિલ્હી સાથેની મેચ દરમિયાન ઘટી હતી. વસીમ 37મી ઓવરમાં રમી રહ્યો હતો, ત્યારે બૉલરે બૉલ ફેંક્યો અને જાફરના બેટ પર અથડાયો તો તરતજ બેટ તુટી ગયુ હતુ, જોકે, બેટનો હાથો હાથમાં રહ્યો અને વસીમ જાફરે દોડીને એક રન પુરો કરી લીધો હતો. આ ઘટનાનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
નોંધનીય છે કે, વસીમ જાફર 150 રણજી મેચ રમનારો પહેલો ક્રિકેટર પણ છે. તેને બેટિંગમાં એક દાયકાથી વધારેનો અનુભવ પણ છે.
— Sanjeev kumar (@SanjSam33) January 21, 202041 વર્ષીય વસીમ જાફરે 11,775 રન અને 40 સદી ફટકારી છે. વસીમે વર્ષ 2014-2015 સુધી મુંબઇની ટીમને સેવા આપી અને બાદમાં તે વિદર્ભમાં ચાલ્યો ગયો હતો. હાલ તે આઇપીએલ 2020માં કિંગ્સ ઇલેવન પંજાબનો કૉચ પણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion