Wasim Jaffer B'day Special: ડૉમેસ્ટિક ક્રિકેટના 'કિંગ' કેમ કહેવાય છે વસીમ જાફર ? બર્થડે પર દિલચસ્પ કહાણી
વસીમ જાફરને વિલષણ પ્રતિભા વાળો વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે, 16 વર્ષની ઉંમરમાં તેને રણજી ટ્રૉફીમાં ડેબ્યૂ કર્યુ
Happy Birthday Wasim Jaffer: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન વસીમ જાફર આજે પોતાનો 45મો જન્મદિવસ મનાવી રહ્યો છે. 16 ફેબ્રુઆરી, 1978 એ તેનો જન્મ મુંબઇમાં થયો હતો, એક સમયે વસીમ જાફર ભારતીય ટેસ્ટ ટીમનો રેગ્યુલર ઓપનર હતો, તેને પોતાની ક્રિકેટ કેરિયરમાં શાનદાર ઇનિંગો રમી છે. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તે અલગ અલગ ભૂમિકામાં દેખાયો છે. તે આઇપીએલ ટીમ પંજાબ કિંગ્સનો બેટિંગ કૉચ રહ્યો. આ ઉપરાંત વસીમ જાફરે રણજી ટ્રૉફીમાં મુખ્ય કૉચની ભૂમિકા નિભાવી છે. તેના જન્મદિવસ પર જાણો તેની સાથે જોડાયેલી કેટલીક દિલચસ્પ કહાણી....
ઘરેલુ ક્રિકેટ માટે મહત્વનો છે વસીમ જાફર -
વસીમ જાફરના નામે રણજી ટ્રૉફીમાં સૌથી વધુ રન બનાવવાના રેકોર્ડમાં નોંધાયેલુ છે. તેને રણજી ટ્રૉફીમાં મુંબઇ અને વિદર્ભનુ પ્રતિનિધિત્વ કર્યુ છે. તે વર્ષ 1996 થી લઇને 2020 સુધી રણજી ટ્રૉફીમાં રમ્યો. આ દરમિયાન તેને 12038 રન બનાવ્યા. રણજી ટ્રૉફીમાં તેના આ રેકોર્ડની આસપાસ પણ દેશનો કોઇ બેટ્સમેન નથી પહોંચ્યો. પ્રથમ શ્રેણીના ક્રિકેટર તરીકે તે ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારો બેટ્મસેન છે. 260 ફર્સ્ટ ક્લાસ મેચોમાં વસીમ જાફરે 19410 રન સ્કૉર કર્યા. આ દરમિયાને તેને 57 સદીઓ ફટકારી, તેના આ રેકોર્ડથી ખબર પડે છે કે તે ઘરેલુ ક્રિકેટ માટે ખુબ મહત્વનો છે.
વિલક્ષણ પ્રતિભા -
વસીમ જાફરને વિલષણ પ્રતિભા વાળો વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે, 16 વર્ષની ઉંમરમાં તેને રણજી ટ્રૉફીમાં ડેબ્યૂ કર્યુ, શરૂઆતી દિવસોમાં જ્યારે તે આક્રમક શૉટ્સ ફટકારતો હતો, તો આવામાં વસીમ જાફર પોતાની ખાસ ટેકનિકોનો ઉપયોગ કરત. તે રણજી ટ્રૉફીમાં ત્રેવડી સદી ફટકારી ચૂક્યો છે. તે સમયે આ કરિશ્મા કરનારો તે સૌથી ઓછી ઉંમરનો ખેલાડી હતો, તેને રણજી ટ્રૉફીના ઇતિહાસમાં પહેલીવાર 400 કે તેનાથી વધુની ભાગીદારી કરી, તેને રણજી ટ્રૉફીની એક મેચમાં પોતાના જોડીદાર સુલક્ષણ કુલકર્ણીની સાથે 459 રનોની પાર્ટનરશીપ કરી હતી.
વસીમ જાફરની ક્રિકેટ કેરિયર -
વસીમ જાફરે ભારત માટે 31 ટેસ્ટ મેચો રમી, આ દરમિયાન તેને 1944 રન બનાવ્યા. ટેસ્ટ ક્રિકેટમાં તેનો હાઇએસ્ટ સ્કૉર 212 રહ્યો. ક્રિકેટના સૌથી મોટી ફૉર્મેટમાં તેને 5 સદી અને 11 અડધી સદી ફટકારી છે. તે ભારત માટે 2 વનડે મેચોમાં પણ રમ્યો. ઘરેલુ ક્રિકેટમાં વસીમ જાફર સફળ રહ્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 19410 રન નોંધાયેલા છે. લિસ્ટ એ ક્રિકેટમાં તેને 4849 રન બનાવ્યા, જેમાં 10 સદી સામેલ છે, જ્યારે 23 ટી20 મેચોમાં તેને 616 રન બનાવ્યા છે.