શોધખોળ કરો
Advertisement
બંગાળ ચૂંટણીઃ TMCમાં જોડાયો આ પૂર્વ ક્રિકેટર, કહ્યું- મુશ્કેલ પિચ પર ટીએમસી માટે બેટિંગ કરવી છે...
ભારતીય ક્રિકેટ ટીમમાં વર્ષ 2008માં ડેબ્યૂ કર્યું હતું અને તેમણે ટીમ ઇન્ડિયા માટે છેલ્લે વનડે મેચ જુલાઈ 2015માં રમી હતી.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં હવે ટૂંકમાં જ વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થવાની છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ આજે સતાપક્ષ ટીએમસીમાં જોડાવવાની જાહેરાત કરી છે. ટીએમસીમાં જોડાયા બાદ મનોજ તિવારીએ ટ્વીટ કરીને લોકો પાસે સમર્થનની અપીલ કરી છે.
મનોજ તિવારીએ શું લખ્યું છે?
મનોજ તિવારીએ ટ્વીટર પર લખ્યું કે, ‘આજથી એક નવી યાત્રા શરૂ થયા છે. તમારા પ્રેમ અને સમર્થનની જરૂરત છે.’ મનોજ તિવારીએ રાજનીતિ માટે પોતાનું અલગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવ્યું છે.
મુશ્કેલ પિચ પર ટીએમસી માટે કરવી છે બેટિંગ- તિવારી
આ પહેલા ગઈકા લે મનોજ તિવારીએ એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું હતું કે મારે મુશ્કેલ પિચ પર ટીએમ માટે બેટિંગ કરવી છે. ઘણું હોમવર્ક કર્યા બાદ રાજનીતિમાં આવ્યો છું. ક્રિકેટ રમીને ઘણું મેળવ્યું છે અને હવે લોકો માટે કામ કરવાનો સમય છે. તેમણે ક હ્યું કે, હું ખુદને ગરીબ જોવ છું, માટે મને ખબર છે કે એ લોકોનું દુઃખ શું છે. તેના માટે કામ કરવા માગુ છું.
2008માં ભારતીય ક્રિકેટ ટીમમાં ડેબ્યૂ કર્યું હતું
જણાવીએ કે હાવરામાં જન્મેલ 35 વર્ષના મનોજ તિવારીએ ભારતીય ક્રિકેટ ટીમમાં વર્ષ 2008માં ડેબ્યૂ કર્યું હતું અને તેમણે ટીમ ઇન્ડિયા માટે છેલ્લે વનડે મેચ જુલાઈ 2015માં રમી હતી. ભારત માટે તેમણે 12 વનડે, ત્રણ ટી20 મેચ રમી છે. વનડે મેચમાં તેણે કુલ 287 રન બનાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement