World Cup 2023 Qualifiers: વર્લ્ડકપ ક્વોલિફાયર માટે વેસ્ટ ઈન્ડિઝે ટીમની કરી જાહેરાત, 34 વર્ષીય આ ખેલાડીને આપ્યો મોકો
World Cup 2023 Qualifiers Team: વેસ્ટ ઈન્ડિઝે રોવમેન પોવેલને વર્લ્ડ કપ 2023 ક્વોલિફાયર માટે ટીમનો વાઇસ-કેપ્ટન બનાવ્યો છે. ટીમે અનુભવી ખેલાડી જેસન હોલ્ડરને પણ તક આપી છે.
World Cup 2023 Qualifiers West Indies Team: વર્લ્ડ કપ 2023 આ વખતે ભારતમાં યોજાવાનો છે. આ પહેલા વર્લ્ડ કપ 2023ના ક્વોલિફાયર રમાશે. આ માટે વેસ્ટ ઈન્ડિઝે ટીમની જાહેરાત કરી છે. ટીમ શાઈ હોપની કપ્તાનીમાં મેદાનમાં ઉતરશે. વેસ્ટ ઈન્ડિઝ માટે પસંદગીકારોએ પણ 34 વર્ષીય ખેલાડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ટીમે જોન્સન ચાર્લ્સને તક આપી છે. ચાર્લ્સ એક અનુભવી ખેલાડી છે અને તેણે ઘણા અવસર પર સારું પ્રદર્શન કર્યું છે. તે વિકેટકીપર બેટ્સમેન છે.
કોને બનાવ્યો વાઇસ કેપ્ટન
વેસ્ટ ઈન્ડિઝે રોવમેન પોવેલને વર્લ્ડ કપ 2023 ક્વોલિફાયર માટે ટીમનો વાઇસ-કેપ્ટન બનાવ્યો છે. ટીમે અનુભવી ખેલાડી જેસન હોલ્ડરને પણ તક આપી છે. તેમની સાથે રોસ્ટન જેસ, અકીલ હુસૈન, અલ્ઝારી જોસેફ, બ્રાન્ડોન કિંગ અને કાયલ મેયર્સ પણ ટીમનો ભાગ છે. મેયર્સ આઈપીએલ 2023માં સારો દેખાવ કર્યો હતો. તે લખનઉ સુપર જાયન્ટ્સનો ભાગ હતો.
કોને આપી તક
વેસ્ટ ઈન્ડિઝે ગુડકેશ મોતીની જગ્યાએ ચાર્લ્સને તક આપી છે. તે એક અનુભવી ખેલાડી છે. ચાર્લ્સ અત્યાર સુધી 50 વનડે રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 1370 રન બનાવ્યા છે. ચાર્લ્સે આ ફોર્મેટમાં 2 સદી અને 5 અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ ODI સ્કોર 130 રન છે. તેણે 41 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. આ દરમિયાન 971 રન બનાવ્યા છે. ચાર્લ્સે એક સદી અને 4 અડધી સદી ફટકારી છે.
વર્લ્ડ કપ 2023 ક્વોલિફાયર 18 જૂનથી શરૂ થશે
વર્લ્ડ કપ 2023 ક્વોલિફાયર 18 જૂનથી શરૂ થશે. તેની પ્રથમ મેચ ઝિમ્બાબ્વે અને નેપાળ વચ્ચે હરારેમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ મેચ અમેરિકા સામે છે. આ મેચ પણ હરારેમાં જ યોજાશે.
સળંગ બે વર્લ્ડકપ જીતી ચૂક્યું છે વેસ્ટ ઈન્ડિઝ
વેસ્ટ ઈન્ડિઝ 1975 અને 1979માં વન ડે વર્લ્ડકપ વિજેતા રહી ચુક્યું છે. જ્યારે 1983ના વર્લ્ડકપમાં રનર અપ રહ્યું હતું. ભારતે 1983ના વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝને ફાઇનલમાં હાર આપીને મોટો અપસેટ સર્જયો હતો.
વર્લ્ડ કપ 2023 ક્વોલિફાયર માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ - શાઈ હોપ (કેપ્ટન), રોવમેન પોવેલ (વાઇસ કેપ્ટન), શમાર્હ બ્રૂક્સ, યાનિક કારિયા, કેસી કાર્ટી, રોસ્ટન ચેઝ, જોન્સન ચાર્લ્સ, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ , કીમો પોલ, નિકોલસ પૂરન, રોમારીયો શેફર્ડ
🚨 BREAKING NEWS🚨
— Windies Cricket (@windiescricket) June 8, 2023
Johnson Charles has been named as the replacement for Gudakesh Motie in the 15-member squad for the ICC Men’s Cricket World Cup Qualifier tournament.
Read More⬇️ https://t.co/Yhj44fREYf