શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPLમાં બોલી લાગી તો ખુશ થયેલા આ ખેલાડીએ પોતાના પિતાને ગિફ્ટમાં આપી નવી કાર, જાણો વિગતે
કેરેબિયન ક્રિકેટર ફેબિયન એલને આઇપીએલ 2020માં પોતાના પર બોલી લાગ્યા બાદ પોતાના પિતાને એક નવી કાર ગિફ્ટ કરી છે
![IPLમાં બોલી લાગી તો ખુશ થયેલા આ ખેલાડીએ પોતાના પિતાને ગિફ્ટમાં આપી નવી કાર, જાણો વિગતે West indies cricketer fabian allen car gift to his father IPLમાં બોલી લાગી તો ખુશ થયેલા આ ખેલાડીએ પોતાના પિતાને ગિફ્ટમાં આપી નવી કાર, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/23114008/Febianaa-05.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હરાજી પુરી થઇ ગઇ છે, આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓએ પોતાના બજેટ પ્રમાણે ખેલાડીઓને ખરીદી લીધા છે. આમાં એક એવુ પણ નામ સામેલ છે, જેને આ બોલી બાદ પોતાના પિતાને કાર ગિફ્ટ કરી છે. આ ખેલાડી બીજો કોઇ નહીં પણ વેસ્ટ ઇન્ડિઝનો ક્રિકેટર ફેબિયન એલન છે.
કેરેબિયન ક્રિકેટર ફેબિયન એલને આઇપીએલ 2020માં પોતાના પર બોલી લાગ્યા બાદ પોતાના પિતાને એક નવી કાર ગિફ્ટ કરી છે. ફેબિયન એલનને આ વખતે 50 લાખની રકમ સાથે સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો છે. 2018માં ફેબિયન એલને વેસ્ટ ઇન્ડિઝ ટીમમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ગિફ્ટને તે પોતાની કેરિયરની સફળતા ગણી રહ્યો છે.
ફેબિયન એલને પોતાના પિતાને નવી કારની ગિફ્ટ, એટલે કે ચાવી આપતી એક તસવીર શેર કરી છે. એકબાજુ જુની કાર પણ દેખાઇ રહી છે. તસવીરમાં ફેબિયન એલન, તેના પિતા અને જુની કાર સાથે નવી કાર પણ નજરે પડી રહી છે.
![IPLમાં બોલી લાગી તો ખુશ થયેલા આ ખેલાડીએ પોતાના પિતાને ગિફ્ટમાં આપી નવી કાર, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/23113950/Febianaa-02-300x168.jpg)
![IPLમાં બોલી લાગી તો ખુશ થયેલા આ ખેલાડીએ પોતાના પિતાને ગિફ્ટમાં આપી નવી કાર, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/23113946/Febianaa-01-300x188.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)