શોધખોળ કરો

IND vs WI 3rd ODI: ત્રીજી વન-ડેમાં પણ ટીમ ઇન્ડિયાની જીત, વેસ્ટ ઇન્ડિઝના સૂપડા સાફ

ભારત તરફથી મળેલા 257 રનના લક્ષ્યાંકનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી

West Indies vs India 3rd ODI Highlights: ટીમ ઈન્ડિયાએ ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 119 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતે વનડે શ્રેણી 3-0થી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને તેના ઘરઆંગણે વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું છે.

વરસાદના કારણે મેચ 36 ઓવરની કરી દેવામાં આવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 36 ઓવરમાં ત્રણ વિકેટે 225 રન બનાવ્યા હતા. જોકે ડકવર્થ લુઈસ નિયમના કારણે વેસ્ટ ઈન્ડિઝને 35 ઓવરમાં 257 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં કેરેબિયન ટીમ 26 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી મળેલા 257 રનના લક્ષ્યાંકનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર કાયલ મેયર્સ અને શમરાહ બ્રુક્સ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. આ બંનેને મોહમ્મદ સિરાજે આઉટ કર્યા હતા.

આ પછી બ્રેન્ડન કિંગ અને શાઈ હોપે વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સને સંભાળી હતી. પરંતુ તેઓ લાંબા સમય સુધી ભારતીય બોલરોનો સામનો કરી શક્યા નહીં. હોપે 33 બોલમાં 22 રન બનાવ્યા અને ચહલની બોલ પર સ્ટમ્પ આઉટ થયો હતો. આ પછી કેપ્ટન નિકોલસ પૂરને બ્રેન્ડન કિંગ સાથે મળી ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.  અક્ષર પટેલે કિંગને બોલ્ડ કર્યો હતો.  કિંગે 37 બોલમાં 42 રન બનાવ્યા હતા. દરમિયાન તેણે પાંચ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી.

આ પછી વેસ્ટ ઈન્ડિઝની છેલ્લી આશા કેપ્ટન નિકોલસ પૂરન હતી. પરંતુ તે મોટા શોટ રમવામાં પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર કેચ આઉટ થયો હતો. તેણે પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 42 રનની ઇનિંગ પણ રમી હતી.

દરમિયાન કીસી કાર્ટી 05, અકીસ હુસૈન 01, કીમો પોલ 0, હેડન વોલ્શ જુનિયર 10 અને જેડન સીલ્સ 0 રને આઉટ થયા હતા. આ સાથે જ ઓલરાઉન્ડર જેસન હોલ્ડર 09 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. આ સિવાય શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજને બે-બે વિકેટ મળી હતી. પ્રસિદ્ધ કૃષ્ણા અને અક્ષર પટેલને એક-એક વિકેટ મળી હતી.

આ અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ શુભમન ગિલના અણનમ 98 રનની મદદથી 36 ઓવરમાં ત્રણ વિકેટે 225 રન ફટકાર્યા હતા. ભારત તરફથી કેપ્ટન શિખર ધવને પણ અડધી સદી ફટકારી હતી. તેણે 58 રન બનાવ્યા હતા. જ્યારે શ્રેયસ અય્યરે 44 રનની ઇનિંગ રમી હતી.

ટોપ સ્ટોરી

'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?
IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?
યુવરાજ સિંહ બન્યા દિલ્હી કેપિટલ્સના કોચ: ગાંગુલી સાથે જોડી બનાવી સંભાળશે મોટી જવાબદારી
યુવરાજ સિંહ બન્યા દિલ્હી કેપિટલ્સના કોચ: ગાંગુલી સાથે જોડી બનાવી સંભાળશે મોટી જવાબદારી
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget