શોધખોળ કરો

શું ફિક્સ હતી 2011 વર્લ્ડ કપની ફાઈનલ મેચ? શ્રીલંકા સરકારે આપ્યા તપાસના આદેશ

શ્રીલંકાએ 1996 વર્લ્ડ કપ જીતનાર પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ પણ 2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સ હોવાના આરોપની તપાસની માગ કરી હતી.

કોલંબોઃ 2011 વર્લ્કપની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકાની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે જીત નોંધાવીને બીજી વખત વર્લ્ડકપ જીત્યો હતો. જોકે, હાલમાં જ શ્રીલંકાના પૂર્વ રમત પ્રધાન મહિદાનંદા અલુધગામેગેએ આ મેચ ફિક્સ હોવાનો આરોપ લગાવ્યો હતો. શ્રીલંકા સરકારે આપ્યા તપાસના આદેશ શ્રીલંકાના હાલમાં રતમ પ્રધાન ડલ્લાસ અલાહાપ્પેરુમાએ શુક્રવારે આ મેચની તપાસના આદેશ આપ્યા. તેની સાથે જ રમત પ્રધાને સમિતિને બે સપ્તાહની અંદર આ કેસમા સ્ટેટસ રિપોર્ટ આપવા માટે કહ્યું છે. રમત સચિવ કે રૂવાનચંદ્રાએ રમત પ્રધાનના આદેશ પર મંત્રાલયની તપાસ એકમ સામે ફરિયાદ નોંધાવી છે. સંગાકારા અને જયાવર્ધનેએ પૂરાવા માગ્યા પૂર્વ રમત મંત્રી મહિનાનંદાએ આરોપ લગાવ્યો હતો કે શ્રીલંકાએ 2011 વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારતને વેચી દીધી હતી. તેમણે કહ્યું કે, ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ફિક્સ હતી. તેમણે કહ્યું, ‘આજે હું એક વખત ફરીથી તમને કહી રહ્યો છું કે, 2011 વર્લ્ડ કપ ફાઈનલ મેચ ફિક્સ હતી. આ મેચ શ્રીલંકાએ ભારતને વેચી દીધી હતી. જ્યારે હું રમત પ્રધાન હતો ત્યારે પણ મેં આવી વાત કહી હતી.’ જોકે, પૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારા અને મહેલા જયાવર્ધનેએ મહિદાનંદાએ આ આરોપોને ફગાવી દીધા હતા. 2011 વર્લ્ડકપમાં શ્રીલંકાના કેપ્ટન રહેલ કુમાર સાંગાકારાએ કહ્યું, ‘તેણે (મહિદાનંદા)એ ફિક્સિંગને લઈને પોતાના પૂરાવા આઈસીસી અને ભ્રષ્ટાચાર વિરોધી એકમની પાસે લઈને જવું જોઈએ. જેથી કેસની વિસ્તૃત તપાસ થઈ શકે.’ ફાઈનલ મેચમાં સેન્ચુરી લગાવનાર મહેલા જયાવર્ધને પણ ફિક્સિંગની વાતને બકવાસ ગણાવી છે. તેમણે ટ્વીટ કર્યું કે, શું ચૂંટણી નજીક આવી ગઈ છે? કે આ સર્કસ શરૂ થઈ ગયું છે. નામ અને પૂરાવા? તમારી જામકારી માટે જણાવીએ કે, શ્રીલંકાએ 1996 વર્લ્ડ કપ જીતનાર પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ પણ 2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સ હોવાના આરોપની તપાસની માગ કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે

Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત

6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું

Embed widget