શોધખોળ કરો
Advertisement
IPL 2021: હરાજીમાં સૌથી વધારે બેસ પ્રાઈઝવાળા ખેલાડીઓની યાદી, નામ સાંભળીને ચોંકી જશો
આ સીઝનમા સૌથી વધારે બેસ પ્રાઈઝવાળા ખેલાડીઓની વાત કરીએ તો તેમાં કુલ 11 ખેલાડી સામેલ છે.
આઈપીએલ 2021ની હરાજી માટે પ્લેયર્સના રજિસ્ટ્રેશનની યાદી બહાર પાડી દેવામાં આવી છે. આ વખતે આઈપીએલ હરાજી માટે કુલ 1097 ખેલાડીઓએ પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે. તેમાંથી 814 ખેલાડી ભારતના છે જ્યારે 283 ખેલાડી વિદેશના છે. આઈપીએલની 14મી સીઝન માટે હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થશે.
આ સીઝનમા સૌથી વધારે બેસ પ્રાઈઝવાળા ખેલાડીઓની વાત કરીએ તો તેમાં કુલ 11 ખેલાડી સામેલ છે. આ ખેલાડીઓએ પોતાની બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા રાખી છે. ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ અને શાકિબ અલ હસન જેવા દિગ્ગજ ખેલાડીઓએ પોતાની બેસ પ્રાઈઝ 2 કરોડ છે. ઉપરાંત કેટલાક એવા પણ છે જેમણે બધાને ચોંકાવતા પોતાની બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા રાખી છે. તેમાં કેદાર જાધવ, હરભજન સિંહ, મોઈન અલી, સૈમ બિલિંગ્સ, લિયામ પ્લેન્કેટ, જેસન રોય, માર્ક વુડ અને કોલિન ઇન્ગ્રામ જેવા ખેલાડી છે.
ઉપરોક્ત ખેલાડીઓમાંથી મોટાભાગના ખેલાડીઓને તેની ટીમે રિલીઝ કરી દીધા છે. જ્યારે શાકિબ અલ હસન એકમાત્ર એવો ખેલાડી છે જે પ્રતિબંધને કારણે વિતેલી આઈપીએલની સીઝનમાં ભાગ લઈ શક્યો ન હતો. સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકરનું નામ પણ હરાજીઓના ખેલાડીઓમાં છે. સિડની ટેસ્ટના હીરો હનુમા વિહારી (1 કરોડ રૂપિયા) અને ચેતેશ્વર પુજારા (50 લાખ રૂપિયા)એ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આઈપીએલ હરાજીમાં સામેલ થનારા વિદેશી ખેલાડીઓમાં ટોપ પર વેસ્ટઇન્ડીઝની ટીમ છે. કુલ 282 નામમાંથી 56 ખેલાડી તો માત્ર વેસ્ટ ઇન્ડિઝના જ છે. ઉપરાંત 42 ખેલાડી ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના 38 ખેલાડી છે. શ્રીલંકાના 31 અને ન્યૂઝીલેન્ડના 29 ખેલાડીના નામ છે. ઇંગ્લેન્ડના પણ 21 ખેલાડી યાદીમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement