IPL 2025: આ ખેલાડીઓને રિટેન કરી શકે છે લખનઉ સુપર જાયન્ટ્સ? કેએલ રાહુલ-પૂરનને કરશે રીલિઝ?
લખનઉ મયંક યાદવને રિટેન કરી શકે છે, જે તેની સ્પીડથી તરખાટ મચાવે છે. IPL 2024માં ચર્ચા જગાવનારા મયંકે હવે ટીમ ઇન્ડિયા માટે પણ ડેબ્યૂ કર્યું છે
Lucknow Super Giants IPL 2025: ઇન્ડિયન પ્રિમિયર લીગની છેલ્લી સીઝન એટલે કે 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઓફમાં પહોંચી શકી નહોતી. ગત સીઝનમાં લખનઉનો સૌથી મોટો વિવાદ કેપ્ટન કેએલ રાહુલ અને ફ્રેન્ચાઈઝીના માલિક સંજીવ ગોએન્કા વચ્ચેની વાતચીત રહી હતી. ત્યારથી અટકળો શરૂ થઈ હતી કે લખનઉ આઈપીએલ 2025ની મેગા હરાજી પહેલા રાહુલને રીલિઝ કરી દેશે. આ સિવાય નિકોલસ પૂરનને પણ ટીમ રીલિઝ કરશે? તો ચાલો જાણીએ કે IPL 2025 પહેલા લખનઉ કયા ખેલાડીઓને રિટેન કરી શકે છે.
1- મયંક યાદવ
લખનઉ મયંક યાદવને રિટેન કરી શકે છે, જે તેની સ્પીડથી તરખાટ મચાવે છે. IPL 2024માં ચર્ચા જગાવનારા મયંકે હવે ટીમ ઇન્ડિયા માટે પણ ડેબ્યૂ કર્યું છે.
2- કેએલ રાહુલ
લખનઉ કેપ્ટન કેએલ રાહુલને રિટેન શકે છે. જો ફ્રેન્ચાઇઝી અને કેપ્ટન વચ્ચે બધુ યોગ્ય નહી હોય તો પણ રાહુલને રિટેન કરવામાં આવી શકે છે. જીઓસિમેનાએ કહ્યું કે લખનઉ ફરી એકવાર રાહુલને રિટેન શકે છે.
3- નિકોલસ પૂરન
વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરનને પણ લખનઉની ટીમ રિટેન કરી શકે છે. પોતાની ઝડપી બેટિંગ માટે જાણીતા પૂરનને લખનઉ માટે રિટેન કરવામાં આવનાર ખેલાડીઓની યાદીમાં સામેલ કરી શકાય છે.
4- રવિ બિશ્નોઈ
ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈને પણ લખનઉની ટીમ રિટેન કરી શકે છે. બિશ્નોઈએ છેલ્લી સીઝન એટલે કે 2024 આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું હતું, જેને ધ્યાનમાં રાખીને ટીમ બિશ્નોઈને રિટેન શકે છે. બિશ્નોઈ લખનઉના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ શકે છે.
5- માર્કસ સ્ટોઇનિસ
લખનઉ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને પણ રિટેન કરી શકે છે. સ્ટોઈનિસ ફ્રેન્ચાઈઝી માટે મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે.
6- આયુષ બદોની
લખનઉ સુપર જાયન્ટ્સ આયુષ બદોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કરી શકે છે. તાજેતરમાં રમાયેલી દિલ્હી પ્રીમિયર લીગમાં આયુષ સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં બીજા ક્રમે હતો. તેણે 10 મેચની 9 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 522 રન બનાવ્યા હતા.