મુંબઈ ઈન્ડિયન્સ મુશ્કેલીમાં, સૂર્યા-હાર્દિક-બુમરાહમાંથી કોઈ એકનું પત્તું કપાશે; જાણો શું છે કારણ
IPL 2025 Retained Players: મુંબઈ ઈન્ડિયન્સ IPL 2025 માટે કયા ખેલાડીઓને રિટેઈન કરશે? શા માટે MI માટે સૂર્યકુમાર યાદવ, હાર્દિક પાંડ્યા અને જસપ્રીત બુમરાહને એકસાથે રિટેઈન કરવું મુશ્કેલ બનશે.
Mumbai Indians Retained Players IPL 2025 Probable List: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જેવી IPL 2025 માટે રિટેન્શન પૉલિસી જાહેર કરી, તેવી જ ક્રિકેટ પ્રેમીઓનો મેગા ઓક્શન પ્રત્યેનો રોમાંચ બમણો થઈ ગયો છે. દરેક ટીમને 6 ખેલાડીઓને રિટેઈન કરવાની મંજૂરી આપવામાં આવશે, આવી સ્થિતિમાં 5 વખત ચેમ્પિયન રહેલી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પર પણ બધાની નજર રહેશે. તો ચાલો જાણીએ આખરે એવા કયા સમીકરણો બની રહ્યા છે, જેના કારણે કદાચ MI સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પાંડ્યાને એકસાથે રિટેઈન નહીં કરી શકે.
સૂર્યકુમાર યાદવ ભારતની T20 ટીમના કેપ્ટન છે, જ્યારે જસપ્રીત બુમરાહ અને હાર્દિક પાંડ્યા પણ ટોપ પ્લેયર્સની યાદીમાં આવે છે. તેમનું એક ટીમમાં હોવું કોઈપણ ફ્રેન્ચાઈઝી માટે સપનું સાકાર થવા જેવી વાત છે. પરંતુ મેગા ઓક્શનની રિટેન્શન પૉલિસી પર નજર કરીએ તો પગારની કેટેગરી એવી રીતે તૈયાર કરવામાં આવી છે, જેના કારણે A લેવલ કેટેગરીના 3-4 ખેલાડીઓને રિટેઈન કરવાથી કોઈપણ ટીમનું પર્સ ખૂબ જ ખાલી થઈ શકે છે.
પગાર પર ફસાશે પેંચ
રિટેન્શન પૉલિસી પર નજર કરીએ તો કોઈ એક ટીમ ઓક્શન પહેલાં 2 ખેલાડીઓને 18 કરોડ, 2 ખેલાડીઓને 14 કરોડ અને એક પ્લેયરને 11 કરોડ રૂપિયામાં રિટેઈન કરી શકે છે. સૂર્યકુમાર, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પાંડ્યા, ત્રણેય એવા પ્લેયર દેખાય છે જે 18 કરોડ પગાર મેળવવાના હકદાર છે. તેમના સિવાય રોહિત શર્માને ભલે ગયા સીઝનમાં કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યા હતા, પરંતુ રોહિત પણ 18 કરોડ પગારવાળા સ્લોટના પૂરા હકદાર છે.
રિટેન્શન પૉલિસી તો એમ જ કહે છે કે માત્ર 2 ખેલાડીઓને 18 કરોડમાં રિટેઈન કરી શકાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો BCCIએ જે રિટેઈન થયેલા ખેલાડીઓનો પગાર સ્લોટ બનાવ્યો છે, તેના કારણે સૂર્યા, હાર્દિક અને બુમરાહને એકસાથે રિટેઈન કરવું MI માટે લગભગ અશક્ય લાગે છે. જો કોઈ ફ્રેન્ચાઈઝી 5 કેપ્ડ ખેલાડીઓ અને એક અનકેપ્ડ પ્લેયરને રિટેઈન કરે છે તો તેનું પર્સ 6 ખેલાડીઓના કારણે જ 79 કરોડ રૂપિયા સુધી ખાલી થઈ જશે. આવી સ્થિતિમાં બાકીની ટીમ તૈયાર કરવા માટે ટીમ મેનેજમેન્ટ પાસે માત્ર 41 કરોડ રૂપિયા બચ્યા હશે.
આ પણ વાંચોઃ
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી